Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૫૦૪ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ગ્રંથો અનુસાર કુણાલ (ઉત્તર કોશલ) જનપદની એ રાજધાની હતી.
સુગ્રીવ નગર? એ વિષે નક્કી કંઈ કહી શકાય તેમ નથી. રાજા બલભદ્ર અને તેનો પુત્ર બલશ્રી (મૃગાપુત્ર) અહીં રહેતા. આ નગર રમણીય અને વનોપવનથી સુશોભિત હતું.
સૌવીર: પ્રાચીન સમયમાં સિધુ-સૌવીર એક પ્રસિદ્ધ જનપદ હતું. અહીં ઉદયન નામે રાજા હતો. “સિન્ધ-સૌવીર' એવું સંયુક્ત નામ જ પ્રચલિત છે. આદિપુરાણામાં પણ તેનો ઉલ્લેખ થયેલ. સોવીર જનપદ સિધુ નદી અને ઝેલમ નદીની વચ્ચેનો ભૂભાગ હતો. અભયદેવ અનુસાર સિધુ નદીની પાસે હોવાથી સૌવીર (સિન્ધ)ને સિન્થસૌવીર કહેવામાં આવતો. તેની રાજધાની જૈન ગ્રંથો અનુસાર વતિભય પટ્ટન હતી. બૌદ્ધ ગ્રંથોમાં સિન્થ અને સૌવીરને પૃથક પૃથક્ માનીને સૌવીરની રાજધાની તરીકે “રોરુક'ને દર્શાવવામાં આવેલ છે.
હસ્તિનાપુર : બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવના (સંભૂત)ના જીવે અહીં નિદાનબંધ કરેલો જેના પ્રભાવથી તે આગલા ભવમાં વસ્તુસ્થિતિને જાણવા છતાં પણ વિષયભોગો છોડી ન શક્યો. મેરઠથી બાવીશ માઈલ (ઉત્તરપૂર્વ)માં દૂર રહેલ હસ્તિનાપુર ગામને જ પહેલાનું હસ્તિનાપુર માનવામાં આવેલ છે. જેનોનું આ તીર્થક્ષેત્ર છે. તે કુરુ જનપદની પ્રસિદ્ધ રાજધાની હતી. અહીં સોળમા, સત્તરમા અને અઢારમા તીર્થંકરના ચાર-ચાર કલ્યાણકો થયેલાં. આદિપુરાણમાં તેને “ગજપુર' કહેવામાં આવેલ છે. મહાભારત અનુસાર એ કૌરવોની રાજધાનીનું નગર હતું અને કોઈ સમયે અહીં રાજા શાન્તનું રાજ્ય કરતા હતા. સુહોત્રના પુત્ર રાજા હસ્તીએ તે વસાવેલું તેથી તેનું નામ હસ્તિનાપુર (હસ્તિપુર) પડ્યું છે.
૧ ઉ. ૧૯. ૨ ઉં, ૧૮. ૪૮ ૩ આપુિરાણ ૧૫. ૧૫૫ ૪ જે. ભા. સ. પૃ.૪૮૨ ૫ ઉ. ૧૩. ૧ ૬ આદિપુરાણ ૪૭. ૧૨૮ ૭ મહા. ના. પૃ. ૪૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org