Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પરિશિષ્ટ ૪ : દેશ તથા નગર
૫૦૧ સીમામાં બદાયું, એટા, મૈનપુરી, ફરુખાબાદ અને તેની આસપાસના પ્રદેશનો સમાવેશ થતો. ગંગા નદીને કારણે પાંચાલ બે ભાગોમાં વહેંચાયેલ હતું. દક્ષિણ અને ઉત્તર. મહાભારત અનુસાર દક્ષિણ પાંચાલની રાજધાની કાંડિલ્ય હતી અને ઉત્તર પાંચાલની અહિચ્છત્રા". મહાભારતમાં પાંચાલનો અનેક સ્થળે ઉલ્લેખ થયો છે. પાંચાલમાં ઉત્પન્ન થવાને કારણે રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીને પાંચાલી કહેવામાં આવે છે.
પિહુંડ નગર : ચંપા નગરીનો પાલિત નામે વણિક હોડી દ્વારા સમુદ્ર ઓળંગી આ નગરમાં વેપાર કરવા આવેલો અને અહીં લગ્ન કરી પાછો ફરેલો. તે પરથી પ્રતીત થાય છે કે આ ભારતની સમીપમાં આવેલ સમુદ્રના કિનારે આવેલો કોઈ પ્રદેશ હોવો જોઈએ. શાપેન્ટિયરે આને બર્મા (Burma)નો તટવર્તી પ્રદેશ માનેલ છે. આ નગરના સ્થાન અંગે વિદ્વાનોમાં મતભેદ છે. ડૉ. જગદીશચંદ્ર જેને આને ચિકાકોલ અને કલિંગપટ્ટમનો એક પ્રદેશ માનેલ
પુરિમતાલ નગર: ચિત્તમુનિ આ નગરમાં જન્મેલા. હેમચંદ્રાચાર્યે તેને અયોધ્યાનું શ્રેષ્ઠ પરું (શાખાનગર) માનેલ છે. ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીએ તેના ' સ્થાન તરીકે કાશી-કોશલની વચ્ચેની જગાને માનેલ છે.
મગધ : રાજા શ્રેણિક મગધનો રાજા હતો. દક્ષિણ બિહાર અથવા બિહાર પ્રાન્તના ગયા અને પટના જિલ્લાના ભૂભાગને મગધ જનપદ ગણવામાં
આવતું. તેની ઉત્તરે ગંગા, પશ્ચિમમાં સોણ નદી, દક્ષિણમાં વિધ્યાચલ પર્વત : 55
૧ જે. ભા. સ. પૃ. ૪૭૦ ૨ ઉ. ૨૧. ૬. ૩ ઉ. શા. પૃ. ૩૫૭ ૪ જુઓ - ઉ. સમી. પૃ. ૩૮૧ ૫ જે. ભા. સ. ૪૬૫ ૬ ઉ. ૧૩. ૨. ७ त्रिषष्टिशलाकापुरुषचरित १. 3. 3८८ ૮ પુરાણમાં ભારત પૃ. ૮૯-૯૦ ૯ ઉ. ૨૦. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org