Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૩૯૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
આગળીઓ (અર્ગલા) છે, શાંતિ (પ્રાકાર) કિલ્લો છે, ત્રણ ગુપ્તિઓ શતની (હથિયાર) છે. સંયમમાં ઉદ્યમ ધનુષ્ય છે, ઈર્યાસમિતિ પ્રત્યંચા છે, ઘેર્ય કેતન છે, સત્ય ધનુષ્ય ઉપર બાંધવાની દોરી છે, તપ બાણ છે, શ્રુતજ્ઞાનની ધારા કવચ છે, અવશીકૃત આત્મા સહુથી મોટો શત્રુ છે, પાંચ ઈન્દ્રિયોના વિષયોની સાથે ક્રોધાદિ કષાય તથા નોકષાય વગેરે શત્રુની સેના છે. આના પર વિજય મેળવવો એ સુભટ યુદ્ધાઓ ઉપરના વિજય કરતાં પણ મુશ્કેલ છે. વશીકૃત આત્મા દ્વારા તેને જીતી શકાય છે. તેમાં ક્ષમા, મૃદુતા, ઝ૨જુતા, નિર્લોભતા તથા સંયમથી ક્રમશ: ક્રોધ, માન, માયા, લોભ તથા ઈન્દ્રિયોના વિષયોને જીતી શકાય છે. આ રીતે વશીકત આત્મા દ્વારા અવશીકત આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. તેનું ફળ કર્મગ્રંથનું ભેદન કરી પરમસુખની પ્રાપ્તિ છે. આ વિજયના વિષયમાં ઈન્દ્ર પણ આશ્ચર્ય પ્રગટ કરે છે. તેથી આ જ સાચો અને સહુથી મોટો વિજય છે'. આ વિવેચન ઉપરથી સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિયનું મુખ્ય કાર્ય યુદ્ધ કરવું અને પ્રજાનું રક્ષણ કરવું એ હતું.
વેશ્ય : તેઓ પ્રાયઃ પ્રચુર ધન સંપત્તિના સ્વામી હતી તથા દેશ-વિદેશમાં વ્યાપાર કરતા હતા. વ્યાપાર કરવાને કારણે તેમને ‘વણિક' કહેવામાં આવતા. પાલિત વણિક હોડી દ્વારા સમુદ્રની પાર વિહુડ નગર તરફ વ્યાપાર કરવા જાય છે અને ત્યાં કોઈ વણિક દ્વારા રૂપવતી કન્યા પરણાવતાં તેને લઈ પોતાના
१ अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो । अप्पादंतो सुही होइ अस्सि लोए परस्थ य ।।
–૩. ૧. ૧૫. एगप्पा अजिए सत्तू कसाया इंदियाणि य ।।
–૩. ૨૩. ૩૮. તથા જુઓ - ઉ. ૯. ર૦-રર, ૩૪-૩૬, ૫૬-૫૮, ૨૩. ૩૬, ૧. ૧૬, ૨૯. ૧૭, ૪૬-૪૯, ૬-૭૦, પૃ. ર૯૨, પા. ટિ. ૨, પૃ. ૨૮૬, પા.
ટિ. ૪. ૨ ચંપાઈ પણ નામ.....સાવ મસ વાળI
–૩. ર૧. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org