Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
ક્ષત્રિય રાજાઓ યુદ્ધ-કૌશલ્ય તથા મનોરંજન આદિ માટે ચતુરંગિણી સેના સાથે મૃગયા-વિહાર કરવા જતા. તેઓ શહેરની પાસે રહેલાં ઉદ્યાનોમાં જઈ સ્ત્રીઓ સાથે અનેક પ્રકારની ક્રીડાઓ કરી મનોરંજન મેળવતા. ધનિક વેપારીઓ હોડી દ્વારા સમુદ્રપાર કરી વિદેશમાં વેપાર કરવા જતા. સમુદ્રયાત્રામાં વિઘ્નોની સંભાવના રહેતી. આવી સમુદ્રયાત્રા કરવાનું સામર્થ્ય મોટે ભાગે વેપારીઓમાં જ હતું. કોઈ કોઈ વાર વિક સ્ત્રીઓ પણ સમુદ્રયાત્રા કરતી હતી. સમુદ્રયાત્રામા એટલો સમય લાગતો કે કોઈ કોઈ વાર ગર્ભવતી સ્ત્રીઓને માર્ગમાં પ્રસુતિ પણ થતી.
૪૩૪
રોગાદિનું નિવારણ ઔષધિસેવન ઉપરાંત મંત્ર, તંત્રની શક્તિઓથી પણ કરવામાં આવતું. ઈલાજ કરનાર ઘણા ચિકિત્સકો સમાજમાં હતા અને તેઓ વમન વગેરે ઉપચારોથી ઈલાજ કરતા. મંત્ર-તંત્રની શક્તિમાં જનતાને પૂરતો વિશ્વાસ હતો. કેટલાક માણસો તપના પ્રભાવથી મંત્રાદિ શક્તિ પ્રાપ્ત કરી જીવિકા પણ ચલાવતા. જનતામાં અન્ધવિશ્વાસ પણ ખૂબ હતો. શુભાશુભ શુકનો અંગે પણ વિચારવામાં આવતું. જૈન શ્રમણોને આ બધાથી અળગા રહેવાનું વિધાન કરવામાં આવેલ જોવા મળે છે.
સમાજમાં સુખ શાન્તિ ટકાવી રાખવા માટે શાસન-વ્યવસ્થા હતી. શાસનનો અધિકાર ક્ષત્રિયોના હાથમાં હતો. શાસન કરનારને ‘રાજા’ કહેવામા આવતો. તે મોટે ભાગે એક એક દેશના સ્વામી હતા અને પોતાના દેશની ઉન્નતિ વગેરે માટે પ્રયત્ન કરતા. બધા દેશો ઉપર એક છત્ર રાજ્ય કરનારને ‘ચક્રવર્તી’ ગણવામાં આવતો અને તેને બધા રાજાઓ નમસ્કાર કરતા. રાજગાદી પ્રાપ્ત કરવાનો અધિકારી સામાન્યરૂપે રાજાનો પુત્ર હતો. વારસદાર ન હોય તેવી વ્યક્તિની સંપત્તિ રાજાની ગણાતી. એમનું એશ્વર્ય દેવો જેવું હતું. તેઓ ઘણું કરી અંત:પુરની રાણીઓ વગેરે સાથે ભોગવિલાસમાં તલ્લીન રહેતા. કોઈ કોઈ વાર રાજાઓ શ્રમાદીક્ષા પણ લેતા. જ્યારે કોઈ યોગ્ય શાસક દીક્ષા લેતો ત્યારે સર્જાતું દશ્ય ખૂબ જ દર્શનીય બનતું અને કારુષ્ટિક પણ લાગતું. શત્રુઓનું આક્રમણ થયા કરતું હોવાથી રાજાઓ સદૈવ સૈન્યદળ વધારવા માટે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org