Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ
૪૬૭
વિજયઘોષ (પ્રસન્ન થઈ) : આપે મને બ્રાહ્મણત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું. આપ વેદવિદ્દ, યજ્ઞવિદ્, જ્યોતિષાંગવિદ્, ધર્મવિ, તથા સ્વપરકલ્યાણકર્તા છો. હે ભિક્ષુ શ્રેષ્ઠ ! આપ મારા ઉપર અનુગ્રહ કરી યજ્ઞાન્ન સ્વીકારો.
જયઘોષ : ભિક્ષા માગવી એ જ મારું પ્રયોજન નથી. તું સંસારરૂપી સાગરને તરી જવા માટે મુનિધર્મનો સ્વીકાર કર.
આ પછી વિજયઘોષ પણ પ્રવ્રજિત થયો અને બંનેએ સંયમ અને તપની આરાધના કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
આ આખ્યાન ઉપરથી નીચેની બાબતો પર પ્રકાશ પડે છે ? ૧ સાચા બ્રાહ્મણનું સ્વરૂપ. ૨ વેદાદિનું મુખ. ૩ જન્મથી જાતિ કરતાં કર્મથી જાતિમાં માનવું શ્રેષ્ઠ છે. ૪ બાહ્ય શુદ્ધિ કરતાં આંતરિક શુદ્ધિની શ્રેષ્ઠતા. પ વૈદિક દ્રવ્યયજ્ઞ કરતાં યમયજ્ઞની શ્રેષ્ઠતા. ૬ અનુકૂળ તથા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં મુનિ-ધર્મ સમતા. ૭ મુનિના ઉપદેશનું પ્રયોજન-પરકલ્યાણ.
રાજીમતી-નેમિ આખ્યાન : શૌર્યપુર નગરમાં રાજા વસુદેવ અને રાજા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. વસુદેવને બે પત્ની હતી રોહિણી અને દેવકી. આ બંને પત્નીઓથી ક્રમશ: બે પુત્રો થયા: રામ (બલરામ) અને કેશવ (કા). રાજા સમુદ્રવિજયની પત્નીનું નામ શિવા હતું. તેના એક પુત્રનું નામ અરિષ્ટનેમિ હતું અને બીજાનું નામ રથનેમિ હતું.
તે સમયે દ્વારકાપુરીમાં ભોગરાજ (ઉગ્રસેન) રાજ્ય કરતો હતો. તેની પુત્રીનું નામ હતું રાજીમતી. તે રાજકન્યાઓમાં બધાં શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત, ચમકતી વિજળીની પ્રભા જેવી તેજસ્વી, ચારુ રૂપવાળી અને સુશીલ હતી. સમુદ્રવિજયનો પુત્ર અરિષ્ટનેમી પણ આ રીતે સર્વગુણ સંપન્ન હતો. તે શ્યામ
૧ ઉ. અધ્યયન ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org