Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૪૬૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
વનો હતો. સંહનન “વજવૃષભ” હતું. સંસ્થાન “સમચતુરસ' હતું. પેટ માછલીના પેટ જેવું હતું. અરિષ્ટનેમિ અને રાજીમતી યુવાન થયાં ત્યારે કેશવે ભોગરાજ પાસે તે બંનેના વિવાહ અંગેનો પ્રસ્તાવ મૂક્યો. ભોગરાજની અનુમતિ મળતાં બંને પક્ષે વિવાહની તૈયારીઓ થવા લાગી. વૃષ્ણિપુંગવ અરિષ્ટનેમિને શુભ મુહૂર્તમાં સર્વ ઔષધિઓથી સ્નાન કરાવવામાં આવ્યું. કૌતુક અને મંગળ કાર્યો પણ કરવામાં આવ્યા. બે દિવ્ય વસ્ત્રો (ઉત્તરીય અને અધ:) પહેરાવવામાં આવ્યા. ઘરેણાથી શણગાર સજવામાં આવ્યો. વાસુદેવના મદયુક્ત મોટા ગંધગજ ઉપર તેને બેસાડવામાં આવ્યો. ગંધગજ ઉપર રહેલો તે મસ્તક ઉપર રહેલ ચૂડામણિની જેમ સુશોભિત લાગતો હતો. તેની ઉપર છત્ર અને ચામર ઢોળવામાં આવતાં હતા. તેની ચારેય બાજુએ દશાર્વચક્ર (સમુદ્રવિજય આદિ દશ યાદવોનો પરિવાર) શોભતું હતું. ગગનસ્પર્શી દિવ્ય વાજિંત્રો વાગતાં હતાં.
શુભ મુહૂર્તમાં અરિષ્ટનેમિ વરના રૂપમાં પોતાના ભવનમાંથી નીકળ્યા અને ચતુરંગિણી સેના સાથે ભોગરાજના ઘર તરફ તેમણે પ્રયાણ કર્યું. દ્વારકા પહોંચી તેમણે પાંજરા તથા વાડાઓમાં પૂરેલાં તથા ભયભીત પંખીઓ અને પશુઓને જોયાં. દયાર્દૂ થઈ તેમણે પોતાના મહાવતને આ માટેનું કારણ પૂછ્યું. મહાવતે કહ્યું, “આ પ્રાણીઓને તમારા વિવાહની ખુશાલીમાં માણસોને ખવડાવવા માટે અહીં બાંધેલ છે. મહાવતના આ વચનો સાંભળી અરિષ્ટનેમિએ વિચાર્યું, “મારે નિમિત્તે જો આ અનેક પ્રાણીઓને મારી નાખવામાં આવશે તો તે મારે માટે પરલોકમાં કલ્યાણકારી નીવડશે નહીં.” આમ વિચારી તેમણે પોતાના બધાં વસ્ત્રાભૂષણો ઉતારી મહાવતને આપી દીધાં. અને પોતે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. તરત જ દેવતા ગણા અરિષ્ટનેમિના અભિનિષ્ક્રમણ મહોત્સવને ઊજવવા માટે પધાર્યા. તે પછી હજારો દેવ અને માણસોથી ઘેરાયેલા અરિષ્ટનેમિએ ચિત્રા નક્ષત્રમાં અભિનિષ્ક્રમણ કર્યું. તે સમયે તેઓ રત્નનિર્મિત પાલખીમાં બેસી ગિરનાર પર્વત પર ગયા. ત્યાં જઈને તરત જ તેમણે પોતાના સુગંધી વાળને હાથેથી ઊખાડી નાખ્યા. વાસુદેવે અભીષ્ટ સિદ્ધિ માટે આશીર્વાદ આપ્યા. તે પછી બલરામ, કેશવ વગેરે બધા અરિષ્ટનેમીને વંદન કરીને ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org