Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ
૪૬૫
બ્રાહ્મણ : હે નિર્પ્રન્થ ! બકવાસ ન કર. આ અન્ન ભલે નાશ પામે પણ તને તે નહીં આપવામાં આવે.
યક્ષ : જો જિતેન્દ્રિય એવા મને આ અન્ન નહીં આપો તો આ યજ્ઞથી તમને શો લાભ મળશે ?
ત્યાર પછી બ્રાહ્મણની આજ્ઞાથી તેના ઘણા શિષ્યો મુનિને મારવા લાગ્યા. આ જોઈ રાજા કૌલિકની પુત્રી ભદ્રા (બ્રાહ્મણની પત્ની) શિષ્યોને શાંત પાડતાં બોલી : ‘આ ૠષિ ઉગ્ર તપસ્વી તથા બ્રહ્મચારી છે. એ રાજાઓ અને ઈન્દ્ર વગેરેથી પણ પૂજિત છે. એક વાર દેવતાની પ્રેરણાથી સ્વયં મારા પિતાએ મને તેને સોંપી પણ તેણે મને મનથી પણ ઈચ્છી નથી. એ અચિંત્યશક્તિ ધારણ કરે છે. તેમનો તિરસ્કાર કરવાથી તેઓ તમને બધાને તો શું સમગ્ર સંસારને પણ બાળી નાખવા સમર્થ છે. જો તમે જીવન અને ધનની અભિલાષા રાખતા હો તો એમના શરણે જઈ માફી માંગો.’ આ દરમ્યાન, મુનિની સેવા કરનાર યક્ષે પોતાના સાથીઓ સાથે મળીને શિષ્યોને ખૂબ પ્રહારો કર્યા. આ બધું જોઈ તે બ્રાહ્મણે ભદ્રા સાથે મુનિ પાસે જઈ માફી માંગી.
તેમણે કહ્યું : ‘હે ભન્ન ! મૂઢ બાળકોએ અજ્ઞાનવશ થઈ આપનો અપરાધ કર્યો છે તો ક્ષમા કરો. મુનિ કોઈ ઉપર ક્રોધ કરતા નથી અને તેઓ હંમેશા પ્રસન્ન રહે છે. આપના બધાં અંગો પૂજનીય છે. આ પુષ્કળ અન્ન-પાનનું ગ્રહણા કરી અમારા ઉપર અનુગ્રહ કરો.' આ સાંભળી મુનિ બોલ્યા, ‘મારા મનમાં પહેલાં પણ કોઈ દ્વેષ ન હતો, અત્યારે પણ નથી અને પછી પણ નહીં હોય. કુમારોને જેણે માર્યા છે તે મારી સેવા કરનાર યક્ષનું કામ છે.' પછી મુનિએ એક માસનો ઉપવાસ કરી તેના ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી અન્ન-પાનનું ગ્રહણ કર્યું. આ જોઈ દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને ‘આશ્ચર્યકારકદાન’ એવા ઉદ્ગારો સાથે વાજિંત્રવાદન કર્યું. પછી મુનિએ બ્રાહ્મણોના કલ્યાણ માટે ભાવયજ્ઞનું વ્યાખ્યાન આપ્યું.
આ કથાનક ઉપરથી નીચેની બાબતો જાણવા મળે છે.
૧ શ્રેષ્ઠ જાતિમાં જન્મ મળવો એ શ્રેષ્ઠતાનું સૂચક નથી પણ કર્મથી શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org