Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કેશિ : વિપુલ જળપ્રવાહમાં વહેતાં પ્રાણીઓ માટે શરરૂપી બેટ કયો છે ? ગૌતમ : જરા-મરણરૂપી જળપ્રવાહમાં ડૂબતાં પ્રાણીઓ માટે શરારૂપ અને સંસારરૂપી સમુદ્રની વચ્ચે આવેલો એક ઉત્તમ બેટ છે અને તેનું નામ છે ધર્મ. ત્યાં મહાન જળપ્રવાની જરા પણ ગતિ નથી.
૪૫૨
કેશિ : મહાપ્રવાહવાળા સમુદ્રમાં વિપરીત વહેતી (તરતી) નોકા ઉપર સવાર થઈને તમે સામે પાર (કાંઠે) કેવી રીતે જશો ?
ગૌતમ ઃ જે નૌકા છિદ્રરહિત (નિરાસવ-જલાગમથીરહિત) હોય છે તે કાંઠે પહોંચે છે. હું છિદ્રરહિત નૌકા ઉપર સવાર થયો છું તેથી કાંઠે પહોંચીશ. અહીં શરીર નૌકા છે, જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે, કર્મ જળ છે અને મુક્તિ કિનારો છે.
કેશિ : ઘણાં ય પ્રાણીઓ ઘોર અંધકારમાં રહેલાં છે. તેમને કોણ પ્રકાશ આપશે ?
ગૌતમ : મિથ્યાત્વરૂપી અજ્ઞાનાન્ધકારમાં રહેલાં પ્રાણીઓને પ્રકાશિત કરનાર સર્વજ્ઞ જિનેન્દ્રરૂપી નિર્મળ સૂર્યનો ઉદય થઈ ચૂક્યો છે તે તેમને પ્રકાશ આપશે. કેશિ : શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત પ્રાણીઓ માટે શિવરૂપ અને બાધારહિત સ્થાન કયું છે ?
ગૌતમ : લોકાગ્રમાં જરા-મરણરૂપી સમસ્ત બાધાઓથી રહિત તથા શિવરૂપ એક સ્થાન છે અને તેને (નિર્વાણ) સિદ્ધલોક કહેવામાં આવે છે.
આ રીતે સર્વશ્રુતપારગામી ગૌતમ પાસેથી પોતાના બધા પ્રશ્નોના સમુયુક્તિક ઉત્તર પામીને કેશિએ ગૌતમને વંદન કર્યા તથા પોતાની શિષ્યમંડળી સાથે મહાવીર પ્રણીત ધર્મનો અંગીકાર કર્યો . ત્યાં ઉપસ્થિત જનમેદનીએ બંનેની
૧ પાર્શ્વનાથ અને મહાવીરના શિષ્યો વચ્ચે થયેલ આ પ્રકારના પરિસંવાદોનો ઉલ્લેખ અન્ય આગમ-ગ્રંથો અને ટીકા-ગ્રંથોમાં પણ મળે છે. જુઓ - આચાર્ય તુલશી. ઉ. ભાગ ૧, પૃ. ૨૯૯-૩૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org