Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ
૪૫૧
સમ્યકુચારિત્ર છે. આ વસ્ત્ર વિષયક પરિવર્તનનું કારણ પણ પૂર્વવત છે.
કેશિ : તમારા ઉપર આક્રમણ કરનારા શત્રુઓને કે જેની વચ્ચે તમે રહેલા છો તેને તમે જાણો છો ? તમે તેમને કેવી રીતે જીત્યા ?
ગૌતમ : હા, એ શત્રુઓને જાણું છું. તે અનેક શત્રુઓમાંથી સહુથી પહેલાં મેં અવશીકૃત આત્મારૂપી એક પ્રધાન શત્રુને વશીકૃત આત્મા દ્વારા જીત્યો. તે પછી કષાય, ઈન્દ્રિય, નોકષાય આદિ અન્ય અનેક શત્રુઓને ક્રમાનુસાર જીત્યા.
કેશિ : સંસારમાં ઘણા જીવો પાશબદ્ધ છે તો તમે કેવી રીતે પાશમુક્ત થયા ?
ગૌતમ સંસારમાં રાગદ્વેષરૂપી ભયંકર સ્નેહપાશ છે. તે પાશોને યથાન્યાય (જિનપ્રવચન અનુસાર-વીતરાગતાથી) જીતીને હું પાશરહિત થઈ રહું છું.
કેશિ : હૃદયમાં ઉત્પન્ન થયેલ વિષ-લતાને તમે કેવી રીતે ઉખાડી ?
ગૌતમ પરિણામે ભયંકર ફળવાળી તૃષ્ણારૂપી એક લતા છે. તે લતાને યથાવાય (નિર્લોભતા દ્વારા) જળમૂળથી ખેંચીને હું તેના વિષફળભક્ષણથી મુક્ત થયો છું. કેશિ ઃ શરીરમાં પ્રજવલિત અગ્નિને કેવી રીતે શાન્ત કર્યો ?
ગૌતમ : કષાયરૂપી અગ્નિઓનું જિનેન્દ્રરૂપી મહામેવથી ઉત્પન્ન શ્રુતજ્ઞાનરૂપી જળધારાથી નિરંતર સિંચન કરવાથી તે મને દઝાડતા નથી.
કેશિ ઃ સાહસિક, દુષ્ટ અને ભયંકર અશ્વ ઉપર બેઠેલા તમે સન્માર્ગમાં કેવી રીતે સ્થિર રહ્યા છો ?
ગૌતમ : ધર્મશિક્ષા તથા ધૃતરૂપી લગામ દ્વારા હું મનરૂપી દુષ્ટ અશ્વને કાબુમાં રાખું છું અને તેથી ઉન્માર્ગે ન જતાં સન્માર્ગે જ સ્થિર રહું છું.
કેશિ : સંસારમાં અનેક ઉન્માર્ગ હોવા છતાં તમે સન્માર્ગમાં કેવી રીતે સ્થિર રહ્યા છો ?
ગૌતમ ઉન્માર્ગ અને સન્માર્ગને સારી રીતે જાણું છું. તેથી સન્માર્ગમાંથી ભ્રષ્ટ થતો નથી. જિનેન્દ્રનો માર્ગ સન્માર્ગ છે અને બાકીના બધા ઉન્માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org