Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૩૯૫
લઈ તેની પરીક્ષા કરે છે. તેથી પણ બ્રાહ્મણ અને ક્ષત્રિય જાતિની શ્રેષ્ઠતા અંગેનો ખ્યાલ મળે છે. જો કે યજ્ઞાદિ ધાર્મિક કાર્યોનું સંપાદન શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા જ થતું. પણ કેટલાક બ્રાહ્મણો પોતાનાં કર્તવ્યો ભૂલીને તથા જાતિનું અભિમાન કરીને હિંસાદિમાં પ્રવૃત્ત રહેતા હતા. એવા બ્રાહ્મણોને જ અનાર્ય બ્રાહ્મણ કહેવામાં આવ્યા છે. તેઓ પોતાની જાતને ઉચ્ચ તથા અન્યને નીચા સમજતા હતા. તે ઉપરાંત, તેઓ યજ્ઞોમાં પશુહિંસાનું પ્રતિપાદન કરતા હતા તથા જૈન શ્રમણોના યજ્ઞમંડપમાં આવતાં તિરસ્કાર કરતા હતા. એવા અનાર્ય બ્રાહ્મણોને ગ્રંથમાં વેદપાઠી હોવા છતાં પણ સમ્યક્ અર્થથી હીન હોવાને કારણે વેદવાણીના ભારવાહક કહેવામાં આવેલ છે.
ક્ષત્રિય ઃ દેશ ઉપર શાસન કરનારા ક્ષત્રિયો જ હતા. ગ્રંથમાં એવા કેટલાય ક્ષત્રિય રાજા અને રાજકુમારોનો ઉલ્લેખ મળે છે જેમણે સંસારના વૈભવને છોડીને તથા શ્રમણદીક્ષા લઈને મુક્તિને પ્રાપ્ત કરી હતી. ઈન્દ્ર-નમિ સંવાદમાં જૈન સાધુના કર્મ-શત્રુઓ ઉપરના વિજયનું વર્ણન કરતી વખતે રૂપક દ્વારા ક્ષત્રિયના યુદ્ધ-વિજયનું પણ પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેથી ક્ષત્રિયોના પ્રભુત્વનો તથા તેમની યુદ્ધકળાનો ખ્યાલ મળે છે. અહીં દર્શાવવામાં આવ્યું છે કે એક ક્ષત્રિય રાજા સાધુ થઈ કઈ રીતે કર્મશત્રુઓ સાથે યુદ્ધ કરવા માટે સજ્જ થાય છે ! જેમ કે : આ આધ્યાત્મિક સંગ્રામમાં શ્રદ્ધા નગર છે, તપ-સંવર
१ सक्को माहणरूवेणं इमं वयणमब्बवी ।
–૩. ૯. ૬. તથા જુઓ - ઈન્દ્ર-નમિસંવાદ २ के इत्थ खत्ता उवजोइया वा अज्झावया वा सह खंडिएहि । एवं खु दंडेण फलएण हंता कंठम्मि घेत्तूण खलेज्ज जो णं ।। ...
–૩ ૧૨-૧૮. 3 तुभेत्थ भो भारधरा गिराणं अटुं न जाणेह अहिज्ज वेए ।
–તે. સૂ. ૧ર. ૧૫. ૪ જુઓ – પરિશિષ્ટ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org