Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૪૩૧
૪ સંઘાટી (ગોદડીને વસ્ત્ર તરીકે રાખનારા) ૪ મુંડિત (મસ્તક મુંડાવનારા જૈનેતર સાધુઓ).
આ સંપ્રદાયો ઉપરાંત તે સમયે બીજા પણ અનેક સંપ્રદાયો અસ્તિત્વમાં હશે પણ તેનો ઉલ્લેખ મળતો નથી. કેશિ-ગૌતમ સંવાદ પરથી સ્પષ્ટ થાય છે કે જેન શ્રમણોમાં પણ બે સંપ્રદાયો હતા. ૧ સચેલ (પાર્શ્વનાથની પરંપરાના શિષ્ય) અને ૨ અચેલ (મહાવીરની પરંપરાના શિષ્ય). આ જ બંને સંપ્રદાય સમય જતાં શ્વેતાંબર (સ્થવિરકલ્પ) અને દિગંબર (જિનકલ્પ) એવા સંપ્રદાય રૂપે પ્રસિદ્ધ થયા.
અનુશીલના સામાજિક-વ્યવસ્થાની દષ્ટિએ તે સમયે જાતિ અને વના આધારે સામાજિક સંગઠન થયેલું હતું. જાતિઓમાં ભેદભાવ ખૂબ જ વધેલો હતો. શૂદ્રોની સ્થિતિ અત્યંત દયનીય હતી. તેઓ દાસ તરીકે કામ કરતા હતા અને તેમનું સર્વત્ર અપમાન થતું હતું. બ્રાહ્મણોનું આધિપત્ય હતું અને તેઓ ઘર્મના નામે યજ્ઞોમાં અનેક મૂક-પશુઓની હિંસા કરી પોતાનું ઉદર-પોષણ કરતા હતા. તેઓ વેદોના વાસ્તવિક અર્થને સમજતા ન હતા. જેનોનો તેમની સામે વાદ-વિવાદ થતો. અધિકાંશ ક્ષત્રિય અને વૈશ્ય પૂરતા ધનથી સમૃદ્ધ હતા. ક્ષત્રિય પ્રજા ઉપર શાસન કરતા અને ભોગવિલાસમાં ડૂબેલા હતા. કેટલાક ક્ષત્રિય રાજાઓએ શ્રમણદીક્ષા પણ વધી હતી. વૈશ્યો વિદેશોમાં પણ વેપાર કરવા જતા અને નિમિત્ત મળે ત્યારે શ્રમહાદીક્ષા પણ લેતા હતા.
પરિવારમાં માતા-પિતાનું સ્થાન સર્વોપરિ હતું. પિતા પરિવારનું પાલનપોષણ કરતો. પરિવારમાં પુત્ર સહુને પ્રિય હતો. પુત્રના અભાવે ઘરમાં રહેવું નિરર્થક છે એમ માતા-પિતા માનતા. પરિવારમાં પુત્રથી જ માતા-પિતા શોભતાં. તેથી પુત્ર જો દીક્ષા લે તો મતા-પિતા ખૂબ જ ચિંતિત બનતાં અને ક્યારેક તો બંને પણ પુત્રની સાથે જ દીક્ષા પણ લઈ લેતા. પિતાના મૃત્યુ બાદ પરિવારની લગામ પુત્ર સંભાળતો. સાધારણ રીતે પત્નીનું જીવન પતિ-ભક્તિમય રહેતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org