Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૪૦૫ રહેલ અરિષ્ટનેમીનો ભાઈ રથનેમી તેને નગ્નરૂપે જોઈ કામ-વિહુવલ બની જાય છે અને તેને કામભોગ ભોગવવા માટે વિનવે છે. જ્યારે રામતી ત્યાં પર-પુરુષને જુએ છે કે તરત જ કાંપતા કાંપતા, પોતાનાં ગોપનીય અંગોને છૂપાવી દે છે અને તક મળતાં વસ્ત્રથી પોતાના શરીરને આચ્છાદિત કરી દે છે. પછી, પોતાનું કુળ, શીલ વગેરેની રક્ષા કરતી, રથનેમીને પણ કુલોચિત સદુપદેશ દ્વારા સન્માર્ગે વાળે છે. આમ તે સ્વયંને તથા રથનેમીને પણ પતિત થતાં બચાવે છે. રાજીમતીની જ જેમ ઈષકાર દેશના રાજા વિશાલકીર્તિની પત્ની કમલાવતી પણ રાજાને સદુપદેશ દ્વારા સન્માર્ગે વાળે છે.
આ રીતે સિદ્ધ થાય છે કે તે સમયે સ્ત્રીઓ માત્ર પતિવ્રતા જ ન હતી પણ પુરુષોને પણ સદુપદેશ દ્વારા સન્માર્ગ વાળતી હતી અને સ્વયં દીક્ષા લઈ અન્ય સ્ત્રીઓને પણ દીક્ષિત કરતી હતી. તેઓ શાસ્ત્રોનું પણ અધ્યયન કરતી હતી તેથી રાજીમતીને “બહુશ્રુતા” કહેવામાં આવી છે. તેઓ સ્નાન, માલાધારણા, વિલેપન આદિ દ્વારા શરીરનો શણગાર સજતી હતી. કાંસકી વગેરેથી વાળને સંસ્કારતી હતી. શ્રેષ્ઠ રાજકન્યાઓને રાજાઓ દ્વારા વિવાહાથે માંગવામાં આવતી. આ રીતે નારીની આદર્શ અને સ્વતંત્ર સત્તા વિશે પણ જાણવા મળે
૧ એજન પરિશિષ્ટ ૨. ૨ એજન 3 सा पव्वईया संती पव्वावेसी तहिं बहुं ।
सयणं परियणं चेव सीलवंता बहुस्सुआ ।
–૩. રર. ૨૩.
તથા જુઓ - પરિશિષ્ટ ૨. ૪ એજન ૫ જુઓ - પૃ. ૪૦૪, પા. ટિ. ૧. ६ अह सा भमरसंनिभे कुच्चफणगप्पसाहिए ।
–૩. રર. ૩૦.
७ तस्स राईमई कनं भज्जं जायइ केसवो ।
–૩. રર. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org