Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
ગ્રંથમાં એવા કેટલાય ઉદ્યાનોનો ઉલ્લેખ મળે છે . એક સ્થળે તેને માટે ‘ચૈત્ય’ શબ્દનો પણ પ્રયોગ થયો છે?, અનેક માાસો એકત્રિત થઈ શકે એવાં કેટલાંક વિશાળ ઉદ્યાનો પણ હતાં. જેમ કે : શ્રાવસ્તી નગરીની પાસે આવેલ ‘તિન્દુક’ ઉદ્યાનમાં કેશિકુમાર તથા ‘કોષ્ટક’ ઉદ્યાનમાં ગૌતમ પોતપોતાની શિષ્યમંડળી સાથે રોકાયા હતા. આ દરમ્યાન ગોતમ જૈનધર્મના વિષયમાં ઉત્પન્ન થયેલી શંકા (શિષ્યમંડળીની)ના નિરાકરણ માટે પોતાની શિષ્યમંડળી સાથે તિન્દુક ઉદ્યાનમાં ગયા હતા. તે સમયે ત્યાં બંનેની શિષ્યમંડળી તથા અન્ય અનેક દેવદાનવો તથા હજારોની સંખ્યામાં પાખંડીઓ, કૌતુકીઓ અને ગૃહસ્થો પણ એકત્રિત થયા હતા.
૪૧૮
વ્યાપાર અને સમુદ્ર યાત્રા :
વૈશ્યોનો મુખ્ય ધંધો વેપાર કરવાનો હતો અને તેઓ વેપાર ક૨વા વિદેશ પણ જતા . વેપાર કરવાને કારણે તેમને ‘વિષ્ણ’ કહેવામાં આવતા હતા. વિષ્ણનું અપભ્રંશ રૂપ ‘વાણિયા’ આજે પણ વેપારીઓ માટે પ્રયોજાય છે. મોટે ભાગે સમુદ્રપાર જવાનું કાર્ય વણિકો કરતા. તેથી સમુદ્રપાર કરવાની બાબતમાં વિક્નું દૃષ્ટાંત આપવામાં આવે છે‘. સમુદ્રપાર જતી વખતે હોડીઓ અથવા
૧ જેમ કે કાંપિલ્ય નગરનું કેશરી ઉદ્યાન (૧૮. ૩-૪), શ્રાવસ્તીનું તિન્દુક અને કોષ્ટક (૨૩. ૪, ૮, ૧૫), બનારસનું મનોરમ (૨૫-૩), મગધનું મંડિકુક્ષિક (૨૦. ૨-૩), દેવલોકનું નંદન (૨૦-૩, ૩૬)
૨ જુઓ - પૃ. ૪૧૭, પા. ટિ. ૬-૭.
3 समागया बहू तत्थ पासंडा कोउगासिया ।
गिहत्थाणं अणेगाओ साहस्सीओ समागया ॥
તથા જુઓ - ૩. ૨૩. ૪-૧૮, ૨૦. ૪ જુઓ - પૃ. ૩૯૭, પા. ટિ. ૧. પૃ. ૪૧૯, પા. ટિ. ૨. ५. किणतो कइयो होइ विक्किणंतो य वाणिओ ।
६ जे तरंति अंतरं वणिया व ।
Jain Education International
૧૩. ૨૩. ૧૯.
For Private & Personal Use Only
–૩. ૩૫. ૧૪.
તથા જુઓ - પૃ. ૪૦૨, પા. ટિ. ૧, પૃ. ૩૯૭, પા. ટિ. ૧.
૧૩. ૮. ૬.
www.jainelibrary.org