Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૩૨૭
સમયે એક સ્થળે સાધુએ રહેવું એમ કહેવામાં આવ્યું છે. આમ થવાથી તે જવાના કાર્યને લીધે થતી હિંસાના દોષનો ભાગીદાર બનતો નથી.
સામાચારીના પ્રકરણમાં સામાચારીના જે દશ અવયવો દર્શાવ્યા છે તે દ્વારા સાધુ પોતાની જાતને સંયમિત કરે છે અને ગુરુના અનુશાસનમાં રહીને વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે. તેથી તેના મહાવ્રતોમાં કોઈ અતિચાર થતો નથી. એ પ્રકરણમાં સાધુની સ્વસામાન્યરૂપે જે દિન અને રાત્રિચર્યા વર્ણવવામાં આવી છે તેમાં “આહાર” અને “નિદ્રા માટે ખૂબ જ સ્વલ્પ તથા ધ્યાન અને સ્વાધ્યાય માટે સર્વાધિક સમય નિયત કરવામાં આવેલ છે. દિવસ અને રાત્રિના ચોવીસ કલાકોમાંથી બાર કલાક સ્વાધ્યાય માટે, છ કલાક ધ્યાન માટે, ત્રણ કલાક ભિક્ષાત્ર પ્રાપ્તિ માટે તથા ત્રણ કલાક શયન માટે નિયત થયેલા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે સાધુએ પોતાનો વધારેમાં વધારે સમય અધ્યયન અને આત્મચિંતનરૂપ ધ્યાનમાં પસાર કરવો જોઈએ. સ્વાધ્યાય અને ધ્યાન કરવાથી મન, વચન અને કાય એકાગ્ર થઈ તપ પ્રત્યે અગ્રેસર થશે અને ત્યારે હિંસાદિ સાવદ્ય પ્રવૃત્તિઓ અટકી જશે. - સાધુ માટેના જે છ નિત્યકર્મ (આવશ્યક) દર્શાવવામાં આવ્યાં છે તે દ્વારા પણ સાધુ પોતાની જાતને સંયમિત કરે છે. ગુરુ આદિની સ્તુતિ કરવાથી તથા આત્મગત દોષોની આલોચના કરવાથી અજ્ઞાનમાં થયેલ ક્ષુદ્ર હિંસાદિ દોષોની વિશુદ્ધિ થઈ જાય છે. વસ્ત્ર, પાત્ર વગેરેનો ઉપયોગ કરતી વખતે તેને સારી રીતે તપાસવાથી (પ્રતિ લેખના અને પ્રમાર્જના) તેમાં રહેલ ક્ષુદ્ર જન્તુઓની હિંસા થતી નથી. તે ઉપરાંત, સાધુ નિત્યકર્મોમાં દરરોજ સતર્ક રહેવાની પ્રેરણા પણ મેળવે છે.
આ રીતે કેશને હાથેથી ઊખાડવા, શ્રેષ્ઠ વસ્ત્રાદિ ન પહેરવાં વગેરે નિયમોપનિયમથી પણ અહિંસાદિ વ્રતોની રક્ષા બાબતનું ધ્યાન રાખવામાં આવે છે.
આમ, સાધુના સંપૂર્ણ આચાર અહિંસા અને અપરિગ્રહરૂપ પાંચ નૈતિક મહાવ્રતોના રૂપમાં ચિત્રિત કરવામાં આવેલ છે. “પતંજલ યોગદર્શન'માં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org