Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૬: મુક્તિ
૩૮૭ જીવન્મુક્તોના પ્રકાર : ગ્રંથમાં એ બધા જીવોને જીવન્મુક્ત ગણવામાં આવ્યા છે જેઓ મુક્તિના માર્ગે અગ્રેસર થઈ ચૂક્યા છે. આ જીવન્મુક્ત બે પ્રકારના છે : ૧ જેઓ જીવન્મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે અને જે પૂર્ણ જીવન્મુક્ત થઈ ચૂક્યા છે.
પ્રથમ પ્રકારના જીવન્મુક્તો તેઓ છે જે હજી પૂર્ણ જીવન્મુક્ત તો નથી થયા પણ મુક્તિ તરફ ધપી રહ્યા છે. તેમને ગ્રંથમાં અલ્પસંસારી (પરીતસંસારીઅલ્પપાશબદ્ધ) કહેવામાં આવ્યા છે. તેઓ કાં તો આ ભવમાં અથવા કેટલાક જન્મો બાદ અવશ્ય જ મુક્ત થઈ જાય છે. આમ તેઓ વાસ્તવિક રીતે પૂર્ણ જીવન્મુક્ત તો નથી છતાં પણ જીવન્મુક્તિની નજીક હોવાથી તેમને ઓપચારિક રીતે જીવન્મુક્ત કહેવામાં આવે છે. આ શ્રેણીમાં એવા બધા જીવ આવે જે પ્રથમ દર્શાવેલ “ક્ષપક શ્રેણીનો આશ્રય કરી મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે. આ ક્ષપક શ્રેણી એટલે જે કર્મોને સદા માટે નષ્ટ કરતો કરતો આગળ વધે છે. તેથી આ શ્રેણી માટે ગ્રંથમાં “અલ્લેવર શ્રેણી” (શરીર રહિત શ્રેણી), “ઋજુશ્રેણી” (સીધી શ્રેણી) અને “કરણગુણ શ્રેણી” (જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ કરવાની શ્રેણી) આદિ શબ્દોનો પ્રયોગ થયો છે. તેનો આશ્રય લેનાર જીવ તરત જ મુક્તિને પ્રાપ્ત કરે છે. તેથી દ્રુમપત્રક અધ્યયનમાં ગૌતમને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે કે “હે ગૌતમ, અફ્લેવરશ્રેણીને ઉચ્ચ કરતો ક્ષેમકર, શિવરૂપ અનુત્તર સિલોકને પ્રાપ્ત કર. તેમાં ક્ષણમાત્રનો પણ વિલંબ ન કર.'
બીજા પ્રકારના જીવન્મુક્ત તેઓ છે કે જેમણે ચાર પ્રકારના ઘાતકર્મોનો નાશ કર્યો છે અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરેલ છે તથા આ
असत्यर्हत्याप्तागमपदार्थावगमो न भवेदस्मदादीनाम्, संजातश्चैतत्प्रसादादित्युपकारापेक्षया वादावर्हनमस्कारः क्रियते ।
-
પSીમ, વસ્ત્રાટ, પૃ. ૫૩-૫૪. १ ते होति परित्तसंसारी।
–૩. ૩૬. ર૬૧. २ अकलेवरसेणि भूसिया ।
–૩. ૧૦. ૩૫. તથા જુઓ - પૃ. ર૩૩, પા. ટિ, ૧. ૩ એજન, ઉ. ૧૦. ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org