Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૩૬૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કારણ કે તેમાં ક્રિયા વર્તમાન રહે છે. પાદપોગમનમાં ક્રિયા સંભવતી ન હોવાથી તેમાં ‘અવિચાર’ અને ‘અપરિકર્મ' નામનાં મરણકાલિક અનશન તપ કરવામાં આવે છે.
સમાધિમરણની અવધિ :
જો કે સામાન્ય રીતે સમાધિમરણની અધિકતમ સીમા બાર વર્ષ, ન્યૂનતમ સીમા છ માસ તથા મધ્યમ સીમા એક વર્ષની દર્શાવવામાં આવી છે પરંતુ આ કથન પોતાનું મૃત્યુ ક્યારે થશે એ જાણનારની અપેક્ષાએ કરવામાં આવ્યું હોય એમ જાણાવા મળે છે. જો એમ ન હોય તો, તેની ન્યૂનતમ સીમા અન્તર્મુહૂર્ત તથા મધ્યમ સીમા ઉચ્ચત્તમ અને ન્યૂનતમ સીમાની વચ્ચે ક્યાંક હોઈ શકે છે. સમાધિમરણનું એટલું જ તાત્પર્ય સમજવાનું છે કે મૃત્યુને પાસે આવેલ જાણી પ્રસન્નતાપૂર્વક કોઈ જાતની અભિલાષા રાખ્યા વગર બધા પ્રકારના આહારનો ત્યાગ કરી શરીરને ચેતનાશૂન્ય કરવું.
સમાધિમરણની વિધિ :
સમાધિમરણની બાર વર્ષના પ્રમાણની ઉચ્ચત્તમ સીમાને દૃષ્ટિ સમક્ષ રાખી તેની વિધિ આ પ્રમાણે દર્શાવવામાં આવી છે.
સર્વપ્રથમ સાધકે ગુરુની સમીપ જઈ પ્રથમ ચાર વર્ષોમાં ઘી, દૂધ, વગેરે વિકૃત પદાર્થોનો ત્યાગ કરવો. આગળના ચાર વર્ષોમાં અનેક પ્રકારની તપશ્ચર્યા કરવી. તે પછી બે વર્ષ સુધી ક્રમશ: એક દિવસ ઉપવાસ (અનશન) અને બીજે
१. बारसेव उ वासाई संलेहुक्कोसिया भवे । संवच्छरं मज्झिमिया छम्मासा य जहनिया ॥
२ पढमे वासचउक्कम्मि विगई निज्जूहणं करे । बिए वासचक्कम्मि विचित्तं तु तवं चरे ॥
.....
कोडीसहियमायामं कट्टु संवच्छरे मुणी । मासद्धमासिएणं तु आहारेणं तवं चरे ॥
તથા જુઓ ઉ. ૫. ૩૦. ૩૧.
Jain Education International
-૩. ૩૬. ૨૫૨.
૧૩. ૩૬. ૨૫૩-૨૫૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org