Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૩૩૦
ઉત્તરાધ્યયન-સુત્ર : એક પરિશીલન
બંધ કરી દેવામાં આવે છે, જળને ઉલેચી નાખવામાં આવે છે, અને સૂર્ય આદિના તાપથી સુકવવાની આવશ્યકતા રહે છે તેમ સાધુને પણા પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરવા માટે અહિંસાદિ વ્રતો ઉપરાંત તપની પણ જરૂર રહે છે. આ ઉપરાંત કષાય રૂપી શત્રુઓના આક્રમણ વખતે તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે તપને બાણ અથવા અર્ગલા રૂપ પણ ગણવામાં આવેલ છે. આમ તપ પૂર્વબદ્ધ કર્મોને નષ્ટ કરવામાં અગ્નિરૂપ છે તથા હવે પછી બંધાનાર કર્મોને રોકવા માટે બાણ અને અર્ગલા (આગળીયો) રૂપ પણ છે. તપના આ મહત્ત્વને કારણે ગ્રંથમાં તપને ક્યાંક ક્યાંક ચારિત્રથી જુદું દર્શાવેલ છે. વસ્તુતઃ તપ ચારિત્રથી સર્વથા જુદું નથી કારણ કે તપનું જે વર્ણન કરવામાં આવેલ છે તે સાધુના સામાન્ય આચારનું જ અભિન્ન અંગ છે. સાધુના સામાન્ય આચાર સાથે સંબંધ રાખનાર કેટલીક વિશેષ ક્રિયાઓને જ અહીં તપના રૂપે દર્શાવેલ છે. ચારિત્રની આધારશિલા રૂપ આત્મસંયમથી તપ જુદું નથી પણ તદ્રુપ જ છે. ખરેખર તો તપને કઠોર અથવા દઢ આત્મસંયમ કહી શકાય.
તપના પ્રકારો બાહ્ય અને આત્યંતરના ભેદથી સર્વપ્રથમ તપને બે ભાગમાં વહેંચવામાં આવેલ છે, પછી બાહ્ય તપ અને આત્યંતર તપને વળી છ-છ વિભાગોમાં વહેંચી નાખવામાં આવેલ છે. આ રીતે ગ્રન્થમાં કુલ બાર પ્રકારનાં તપોનું વર્ણન
१ जहा महातालयस्य निरुद्ध जलागमे ।
उस्सिवणाए तवणाए कमेणं सोसणा भवे ।। एवं तु संजयस्सावि पावकम्मनिरासवे । भवकोडिसंचियं कम्मं तवसा निज्जरिज्जइ ।।
–૩. ૩૦. ૫-૬. તથા જુઓ – ઉ. ૩. ૨૦, ૨૫.૪૫, ૨૮. ૩૬, ૩૬, ર૯. ર૭, ૩૦. ૧,
૪ વગેરે ૨ જુઓ – પૃ. ૨૮૬. પા. ટિ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org