Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
નિન્દા-પ્રશંસા, લાભ-અલાભ, સુખ-દુ:ખ, માન-અપમાન વગેરે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સમભાવ રાખી પોતાના કર્તવ્યપથ ઉપર દૃઢ રહેવું. ‘સ્ત્રી પરીષહ’ ઉપરથી તે સમયના પુરુષોની પ્રભુસત્તાનો ખ્યાલ આવે છે. નહીંતર તો ‘કામ' એવું પરીષહનું નામ રાખવામાં આવ્યું હોત.
૩૬૦
સાધુની પ્રતિમાઓ
એક વિશેષ પ્રકારના તપનો નિયમ લેવો એ ‘પ્રતિમા’ શબ્દનો અર્થ થાય છે. ગ્રન્થમાં સાધુની પ્રતિમાઓનો માત્ર બે વખત ઉલ્લેખ થયો છે. આ પ્રતિમાના પાલનથી સંસારનું ભ્રમણ નાશ પામે છે'. બારની સંખ્યા ચર્ચતી વખતે તેનો ઉલ્લેખ થયો છે તેથી તેની સંખ્યા બારની છે. જો કે ગ્રન્થમાં તેનાં નામ વગેરેનો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી છતાં, ટીકા-ગ્રંથોમાંથી નીચે મુજબની માહિતી મળે છેઃ
પ્રતિમા-અનશન તપ વિશેષનો અભ્યાસ :
ટીકા-ગ્રંથોમાં દશાશ્રુતસ્કન્ધના સાતમા અધ્યાય (ઉદ્દેશ) અનુસાર જે બાર પ્રતિમાઓનો ઉલ્લેખ ક૨વામાં આવ્યો છે તેનું પરિશીલન કરતાં જાણવા મળે છે કે આ પ્રતિમાઓનાં નામ સમયની સીમાના આધારે પાડવામાં આવ્યાં છે તથા તેમાં એક નિશ્ચિત ક્રમ અનુસાર અનશન અને ઊણોદરી તપનો અભ્યાસ કરવામાં આવે છેરે. આ પ્રતિમાઓ વસ્તુતઃ અનશન તપના અભ્યાસ માટે
१. पडिमं पडिवज्जओ ।
भिक्खू पडिमा य ।
—૩. ૩૧. ૧૧.
૨ સાધુની બાર પ્રતિમાઓ આ મુજબ છે : ૧ એક માસિકી - એક માસ સુધી અન્નની અને જળની એક એક દત્તિ ગ્રહણ કરવી અને આવી પડનારાં બધાં કષ્ટો સહન કરવાં, ૨ દ્વિમાસિકી - બે માસ સુધી અન્ન અન જળની બે બે દત્તિઓ ગ્રહણ કરવી, ૩ ત્રિમાસિકી - ત્રણ માસ સુધી ત્રણ ત્રણ દૃત્તિ લેવી, ૪ ચતુર્માસિકી - ચાર મહિના સુધી ચાર ચાર દત્ત લેવી - ૫ પંચમાસિકી - પાંચ માસ સુધી પાંચ પાંચ દત્ત લેવી, ૬ ષટ્નાસિકી - છ
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૨. ૪૩.
www.jainelibrary.org