Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૪ ઃ સામાન્ય સાધ્વાચાર
૩૦૫
(ચ) શરીર પ્રત્યાખ્યાન તેનો અર્થ-શરીરનું મમત્વ દૂર કરવું, સંસારી અવસ્થામાં જીવ દરેક સમયે કોઈને કોઈ પ્રકારે શરીરથી યુક્ત રહે છે અને જ્યારે તે શરીરનું પ્રત્યાખ્યાન કરે છે ત્યારે અશરીરીસિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે.
1
(છ) સહાય પ્રત્યાખ્યાન પોતાના કાર્યમાં કોઈની સહાયતા ન લેવી એ સહાય પ્રત્યાખ્યાન કહેવાય. તેનાથી જીવન એકત્વભાવને પ્રાપ્ત કરે છે. એકત્વભાવ પ્રાપ્ત કરી લેતાં તે અલ્પ શબ્દવાળો, અલ્પ કલહવાળો અને અલ્પ કષાયવાળો થઈ સંયમબહુલ, સંવરબહુલ અને સમાધિબહુલ બની જાય છે.
(જ) કષાય પ્રત્યાખ્યાન - જો કે સાધુ સામાન્ય રીતે રાગ, દ્વેષરૂપકષાયથી રહિત હોય છે છતાં પણ રાગ, દ્વેષનો પ્રસંગ આવતાં સંયમથી ભ્રષ્ટ ન થવું અર્થાત્ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોને જીતવા એ કષાય પ્રત્યાખ્યાન છે. તેથી સાધક તત્તત્ કર્મોનો બન્ધ ન કરીને પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય કરી ક્રમશ: ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતાને પ્રાપ્ત કરી લે છે. ક્ષમાથી બધા પ્રકારના કષ્ટોને સહન કરે છે. આર્દવ (મૃદુતા)થી અભિમાન રહિત થઈ મદના આઠ સ્થાનોનો ક્ષય કરે છે. આર્જવ (ઋજુતા)થી સરળ પ્રકૃતિનો બની ધર્મનું પાલન કરે છે. નિર્લોભતાથી અકિંચનભાવ (અપરિગ્રહ પણું) પ્રાપ્ત કરી વિષયોથી લોભાતો નથી. આ રીતે આ કષાયો ઉપર વિજય મેળવવાથી વીતરાગતાની પ્રાપ્તિ થાય છે. વીતરાગપુરુષ સુખ અને દુઃખમાં સમાન સ્થિતિવાળો હોય છે. તેને મનોજ્ઞામનોજ્ઞ વિષયો પ્રત્યે મમત્વ કે દ્વેષ રહેતાં નથી .
-
१. सरीरपच्चक्खाणेणं सिद्धाइसगुणत्तणं निव्वत्तेइ |
२ सहायपच्चक्खाणेणं एगीभावं जणयइ... संवरबहुले समाहिए यावि भवइ ।
૩ ૩. ૨૯. ૬૭-૭૦.
४ कासायपच्चक्खाणेणं वीयरायभावं जणय ... समसुहदुक्खे भवइ ।
Jain Education International
૧૩. ૨૯. ૩૮.
For Private & Personal Use Only
—–૩. ૨૯. ૩૯.
તથા જુઓ ઉ. ૨૯. ૪૫-૪૬, ૯. ૫૭-૫૮, ૩૧. ૩, ૭.
--૩. ૨૯. ૩૬.
www.jainelibrary.org