Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૩૦૮
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન
વટ્ટકેરકત દિગંબર ગ્રંથ “મૂલાચારમાં તથા શ્વેતાબંર ગ્રંથ “ભગવતીસૂત્ર'માં પણ આ દશ અવયવોવાળી “સામાચારી”નું વર્ણન મળે છે. પ્રસ્તુત ગ્રંથમાં સામાન્યરૂપે સામાચારીનાં દશ અવયવોનું વર્ણન છે તે સાથે સાધુના દિન અને રાત્રિના સામાન્ય કાર્યોનું પણ સમયવિભાગાનુસાર વર્ણન મળે છે.
દિનચર્યા અને રાત્રિચર્યા : સાધુએ સર્વ પ્રથમ દિવસ અને રાતને સામાન્યરૂપે ચાર-ચાર ભાગોમાં વહેંચી નાખવા જોઈએ. તે પછી પ્રત્યેક ભાગમાં પોત પોતાનાં કર્તવ્યો (ઉત્તરગુણો)નું પાલન કરવું જોઈએ. ગ્રંથમાં પ્રત્યેક ભાગને પોષી (પ્રહર) શબ્દથી વ્યક્ત કરેલ છે. પ્રત્યેક પ્રહરમાં કરવામાં આવતાં સાધુનાં સામાન્ય કર્તવ્યો આ પ્રમાણે છે :
દિવસનો પ્રથમ પ્રહર : આ સામાન્યતઃ સ્વાધ્યાય (અધ્યયન)નો સમય છે. આ પ્રહરના શરૂઆતના ચતુર્થ ભાગમાં વસ્ત્ર, પાત્ર (ભાંડ) વગેરેની પ્રતિલેખના १ इच्छामिच्छाकारो तथाकारोयआसिआणिसिही । आपुच्छापडिपुच्छाछंदणसणिमंतणाय उवसंपा ॥
–મૂલીવાર, ધિક્કાર ૪. ૧રપ. दसविहा सामायारी पनता तं जहा...।
–ાવતી, ર૫. ૭. ૧0૧. २ दिवस्स चउरो भागे भिक्खू कुज्जा वियक्खणो । तओ उत्तरगुणे कुज्जा दिणभागेसु चउसु वि ।।
–૩. ર૬. ૧૧. તથા જુઓ ઉ. ર૬. ૧૭. ૩ ઉ. ર૬. ૧૩-૧૬, ૧૯-ર૦. ४ पढमं पोरिसि सज्झायं बीयं झाणं झियायई । तइयाए भिक्खायरियं पुणो चउत्थीइ सज्झायं ।।
–૩. ર૬. ૧ર. पढमं पोरिसि सज्झायं बीयं झाणं झियायई । तइयाए निद्दमोक्खं तु चउत्थी भुज्जो वि सज्झायं ।।
–૩. ર૬. ૧૮. તથા જુઓ ઉ. ર૬. ૩૬-પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org