Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૩૦૩
૫ કાયોત્સર્ગ આવશ્યક : આમાં બે શબ્દો છે – કાય અને ઉત્સર્ગ. તેનો અર્થ છે શરીરનો ત્યાગ કરવો અર્થાત્ શરીરના મમત્વને છોડી તથા સ્વસ્વરૂપમાં લીન થઈ નિયળ થવું તેને કાયોત્સર્ગ કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારનું તપ છે જેનું આગળ ઉપર વર્ણન કરવામાં આવશે. કાયોત્સર્ગથી સાધક પ્રતિક્રમણાની જેમ અતીતના તથા વર્તમાનના દોષોનું શોધન કરે છે પછી પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ થઈ કર્મભારને હળવો કરે છે. ત્યાર પછી તે ચિત્તારહિત થઈ શુભ (પ્રશસ્ત) ધ્યાનમાં લાગીને સુખપૂર્વક વિચરણ કરે છે. તેથી આ કાયોત્સર્ગને સર્વ પ્રકારના દુઃખોમાંથી છોડાવનાર પણ ગણવામાં આવેલ છે. સામાયિક અને કાયોત્સર્ગ વચ્ચે આ તફાવત છે. સામાયિકમાં સાધુ હલનચલન વગેરે ક્રિયાઓ કરી શકે છે. પરંતુ કાયોત્સર્ગમાં હલન-ચલન કરી શકતો નથી.
૬ પ્રત્યાખ્યાન આવશ્યક : પ્રત્યાખ્યાન શબ્દનો અર્થપરિત્યાગ કરવો. જો કે સાધુ સર્વવિરત હોય છે છતાં પણ આહારાદિનો અમુક સમયવિશેષ માટે ત્યાગ કરવો એ પ્રત્યાખ્યાન આવશ્યક છે. એ કરવાથી મન, વચન અને કાયની દૂષિત પ્રવૃત્તિઓ અટકે છે અને પછી કર્મોનો આસવ દ્વાર પણ બંધ થઈ જાય છે. ગ્રંથમાં “સમ્યકત્વ-પરાક્રમ” અધ્યયનમાં કેટલાંક પ્રત્યાખ્યાનોનું પાલન કરવાનું ફળ દર્શાવવામાં આવેલ છે જેમ કે :
(ક) સંભોગ પ્રત્યાખ્યાન - સાધુઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ભોજનને એક સાથે ગોળાકાર બેસી ખાવાનો ત્યાગ કરવો. આમ કરવાથી જીવ સ્વાવલંબી
१ काउस्सग्गेणं तीयपडुप्पत्रं पायच्छित्तं विसोहेइ । विसुद्धपायच्छित्ते य जीवे मिव्वुयहियए ओहरियभरूव्व भारवहे पसत्थज्झाणोवगए सुहं सुहेणं विहरइ ।
–૩. ર૯. ૧ર. २ काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं ।
–૩. ર૬. ૩૯. તથા જુઓ – ઉ. ર૬. ૪૨. 3 पच्चक्खाणेणं आसवदाराइ निरूभइ ।
–૩. ર૯. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org