Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ત્રિય
૧૯૩
ગ્રંથમાં જો કે છંદોબદ્ધતા અથવા પ્રધાનતા પ્રગટ કરવાને કારણે દર્શન, જ્ઞાન અને ચારિત્રનો વ્યુત્કર્ષથી પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે પણ જ્યાં તેમના ફળનો વિચાર કરવામાં આવ્યો છે ત્યાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે દર્શન વગર જ્ઞાન થાય નહીં, જ્ઞાન વગર સચ્ચારિત્ર થાય નહીં અને સચ્ચારિત્ર વગર કર્મોમાંથી મુક્તિ મળે નહીં. ગીતામાં પણ આ ક્રમ પ્રદર્શિત કરતી વખતે કહેવામાં આવ્યું છે : “શ્રદ્ધાવાન જ પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન-પ્રાપ્તિ કરી લીધા બાદ, સંયતક્રિય (સદાચારમાં પ્રવૃત્તિ કરનાર) બનેછે. આ રીતે, બૌદ્ધદર્શનમાં પણ જ્ઞાન (પ્રજ્ઞા), આચાર (શીલ) અને તપ (સમાધિ)ને રત્નત્રય (ત્રણ રત્ન) ગણવામાં આવેલ છે. તથા આ ત્રણ રત્નોની પ્રાપ્તિ પૂર્વે સમ્યકત્વને આવશ્યક માનવામાં આવેલ છે. આ રીતે દુઃખોમાંથી છૂટકારો મેળવવા માટે રત્નત્રયની સાધના જરૂરી છે....
જૈનદર્શનમાં રત્નત્રય'ના નામથી પ્રસિદ્ધ મોક્ષના આ ત્રણ સાધનોનું સંમિલિત નામ ગ્રંથમાં “ધર્મ” એવું પણ પ્રાપ્ત થાય છે. તેથી “ચતુરંગીય' નામના ત્રીજા ૧ જુઓ - મૃ. ૧૮૭, પા. ટિ. ૧. २ श्रद्धावांलुभते ज्ञानं तत्पर: संयतेन्द्रियः । ज्ञानं लब्धा परां शान्तिमचिरेणाधिगच्छति ।।
–ીતા ૪. ૩૯. ૩ સમ્યકજ્ઞાન, સમ્યક સંકલ્પ (દઢ સંકલ્પ), સમ્યક્ વચન (સત્ય વચન), સમ્યક્ કર્માન્ત (હિંસાદિથી રહિત કર્મ), સમ્યક આજીવ (સદાચાર પૂર્ણ જીવિકા), સમ્યક્ વ્યાયામ (ભલાઈ માટે પ્રયત્ન), સમ્યક્ સ્મૃતિ (અનિત્યની ભાવના), તથા સમ્યક સમાધિ (ચિત્તની એકાગ્રતા). આ રીતે સમ્યકત્વ
આઠ પ્રકારનું છે. ૪ ભા. . ૨., p. ૧૫૫. ૫ અજ્ઞાનથી ઝેરી ભોજન કર્યા બાદ સ્વાથ્યલાભ માટે રોગીએ સર્વપ્રથમ ડૉક્ટર અથવા દવા ઉપર વિશ્વાસ કરવો જોઈએ. ઔષધિ સેવનની વિધિનું તેને જ્ઞાન હોવું જોઈએ અને તે પ્રમાણો સેવન કરવું જોઈએ. આમાંથી એકની પણ ઉણપ રહે તો જેમ સ્વાથ્યની પ્રાપ્તિ ન થઈ શકે તેમ સંસારના દુ:ખોમાંથી છૂટકારો મેળવવા રત્નત્રયની આરાધના આવશ્યક છે.
–જુઓ – સર્વાર્થસિદ્ધિ ૧. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org