Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
રત્નત્રય
જ અવસ્થા (સાધ્વાચાર) પ્રત્યે પહોંચવાનો ઉદ્દેશ્ય ગૃહસ્થનો પણ હોય છે, પરંતુ ગૃહસ્થ ઉપર ગૃહસ્થીનો ભાર હોવાથી તે એ અવસ્થા સુધી પહોંચવામાં અસમર્થ હોવા છતાં અહિંસાદિ વ્રતોનું સ્થૂળરૂપે પાલન કરે છે.
ગૃહસ્થાચાર : જે સાધ્વાચારનું પાલન કરવામાં અસમર્થ છે તેમને જ ગૃહસ્થ-ધર્મનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ચિત્તનો જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તીને કહે છે, ‘હે રાજન, જો તમે ભોગોને ત્યાગવામાં (સર્વવિરતિરૂપ સાધુધર્મ સ્વીકારવામાં) અસમર્થ હો તો ગૃહસ્થોચિત આર્ય-કર્મ (સદાચાર) કરો તથા ધર્મમાં સ્થિત થઈ સમગ્ર પ્રજા ઉપર અનુકંપા કરવાવાળા થાવ.’↑ અહીં ગૃહસ્થનો આચાર ‘આર્ય-કર્મ’ તથા ‘દયા' છે એમ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રંથમાં ગૃહસ્થના ૧૧ નિયમો (પ્રતિમાઓ) તથા સમ્યકત્વનું પાલન કરવાનો ઉલ્લેખ મળે છે?. નમિ-પ્રવ્રજ્યા નામના અધ્યયનમાં ઈન્દ્ર ગૃહસ્થધર્મમાં સ્થિત વ્યક્તિને ‘ઘોરાશ્રમી’ કહે છે કારણ કે ગૃહસ્થ ઉપર બીજા બધા આશ્રમવાસીઓ તથા કુટુમ્બ વગેરેનો ભાર રહે છે અને તેને સહુનું પાલનપોષણ કરવું પડે છે. આથી અન્ય આશ્રમો કરતાં ગૃહસ્થાશ્રમને અતિ કઠિન ગણવામાં આવેલ છે.
१. जड़ तंसि भोगे चइउं असतो अज्जाई काचाई करेइ रायं । घम्मे ठिओ सव्वपाणुकंपी तो होहिसि देवो इओ विउव्वो ।
તથા જુઓ સાર ધર્મામૃત ૨. ૧.
२ अगारि सामाइयंगाई सड्डी काएण फासए ।
पोसहं दुहंओ पक्खं एगरायं न हवाए ॥
उवासगाणं पडिमासु से न अच्छइ मंडले |
Jain Education International
૨૩૫
--૩. ૧૩, ૩૨.
૩. ૧૪. ૨૬-૨૭; ૨૨. ૩૮; ૩૫ાસવા, ૧. ૧૨;
3 घोरासमं चइताणं अनं पत्थेसि आसमं । इहेव पासहरओ भवाहि मणुयाहिवा ||
For Private & Personal Use Only
-૩. ૫. ૨૩.
૩. ૩૧. ૧૧.
૧૩. ૮. ૪૨.
www.jainelibrary.org