Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
રત્નત્રય
૨૩૩
દર્શાવવામાં આવ્યું છે કે જીવ કયા પ્રકારે ઘીરે ધીરે ચારિત્રનો વિકાસ કરતાં કરતાં નીચી કોટિમાંથી ઊંચી મોક્ષગામી કોટિ તરફ આગળ ધપે છે
૧ જીવોના આધ્યાત્મિક વિકાસક્રમની ચોદ અવસ્થાઓ (ગુણસ્થાન જીવસ્થાન) આ પ્રમાણે છે : ૧ મિથ્યા દષ્ટિ : સંસારાસક્ત થઈ અધાર્મિક જીવન ગાળનાર. ૨ સાંસાદન : ધાર્મિક જીવનમાંથી અધાર્મિક જીવનમાં પાડનાર અર્થાતુ હજી જે મિથ્યાષ્ટિ નથી પણ મિથ્યાષ્ટિ થવાનો છે. ૩ સમ્યકત્વ મિથ્યાષ્ટિ (મિશ્ર) : કંઈક અંશે ધાર્મિક અને કંઈક અંશે અધાર્મિક જીવન જીવનાર. ૪ અવિરત સમ્યગ્દષ્ટિ : સામાન્ય ગૃહસ્થનું જીવન જે હજી સંસારના વિષયોથી વિરક્ત થયેલ નથી. ૫ વિરતાવિરત (દેશવિરત) : સાંસારિક વિષયોમાંથી અંશત: વિરત અને અંશતઃ અવિરત ગૃહસ્થ. ૬ પ્રમતસંયત : નવદીક્ષિત સાધુ જે સંસારના વિષયોમાંથી સર્વવિરતતો છે પણ ક્યારેક ક્યારેક પ્રમાદી બની જાય છે. ૭ અપ્રમત્તસયત : પ્રમાદરહિત થઈ સદાચારનું પાલન કરનાર.
તે પછી આગળ વધવાની બે શ્રેણિયો છે : (ક) ઉપશમશ્રેણી (જેમાં મોહનીય કર્મ ભમાચ્છન્ન અગ્નિની જેમ દબાયેલ રહે છે અને પછી સમય આવતાં ઉદય પામે છે જેથી તે જીવનું નીચે તરફ પતન થાય છે) અને (ખ) ક્ષપક શ્રેણી (જેમાં સદા માટે કર્મોને નષ્ટ કરી દેવામાં આવે છે અને જીવ આગળ પ્રગતિ કરતો રહે છે). ઉપશમ શ્રેણી આઠમા ગુણસ્થાનથી માંડી અગિયારમા ગુણસ્થાન સુધી જ છે તથા ક્ષપક શ્રેણી અંત સુધી છે. તેનાં નામોમાં કોઈ ભેદ નથી માત્ર મોહનીય કર્મને ઉપશમ કે ક્ષમની અપેક્ષાએ જ ભેદ પાડેલ છે. ક્ષપક શ્રેણીવાળા દસમા ગુણસ્થાન પછી સીધા બારમા ગુણસ્થાનમાં પહોંચી જાય છે. ૮ નિવૃત્તિ બાદર (અપૂર્વકરણ) સ્થૂળ કષાયોના ઉપશમ કે ક્ષમને પ્રાપ્ત થયેલ જીવની સ્થિતિ. આ અવસ્થાની પ્રાપ્તિ પહેલાં ક્યારેય ન થઈ હોવાથી તેને “અપૂર્વકરણ” પણ કહેવામાં આવે છે. ૯ અનિવૃત્તિ બાદર (અનિવૃત્તિકરણ) : અપ્રત્યાખ્યાનવાસી (સ્થળ કરતાં કંઈક સૂક્ષ્મ) કષાયો અને નોકષાયોના ઉપશમ કે વિનાશથી પ્રાપ્ત જીવની સ્થિતિ. ૧૦ સૂક્ષ્મ સંપરાય : જેને અત્યંત સૂક્ષ્મ કષાય માત્ર રહેલા હોય છે એવા જીવની સ્થિતિ. ૧૧ ઉપશાન્ત-મોહ : જેણો બધા મોહનીય કર્મોનો ઉપશમ કરેલ છે એવા જીવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org