Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
ર૬૩
દર્શાવવામાં આવ્યું છે. મળ-મૂત્ર આદિનો ત્યાગ કરતી વખતે સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે બહુ નીચે સુધી અચિત્તભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એ સાથે, વૈદિક યાગાદિ ક્રિયાઓ હિંસારૂપ હોવાથી ગ્રંથમાં અહિંસા-યજ્ઞ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ અહિંસાવ્રતનું સારી રીતે પાલન કરવા માટે જરૂરી છે કે અહિંસાવતી પ્રમાદ (અસાવધાની)થી રહિત થઈને આચરણ કરે કારણ કે પ્રમાદપૂર્વક કરવામાં આવેલ આચરણ અહિંસાથી યુક્ત હોવા છતાં પણહિંસારૂપ છે તથા અપ્રમાદપૂર્વક કરવામાં આવેલ આચરણ હિંસાથી યુક્ત હોવા છતાં પણ અહિંસારૂપ છે તેથી પ્રમાદરહિત થઈને આચરણ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તથા અહિંસાવ્રતના પાલનને દુષ્કર દર્શાવવામાં આવ્યું છે*. આ ઉપરાંત ગ્રંથમાં અહિંસાવ્રતનું પાલન કરનારને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે" તથા તેનું પાલન ન કરનારને જન્માંતરમાં નરકની પ્રાપ્તિનું ફળ મળે છે એમ દર્શાવવામાં આવ્યું
૧ જુઓ – એષણા અને ઉચ્ચાર સમિતિ ૨ જુઓ – પ્રકરણ ૭ તથા મારો નિબંધ યજ્ઞ: એક અનુચિત્તન “શ્રવણ
- સપ્ટેમ્બર ૧૯૬૬ 3 खिप्पं न सक्केइ विवेगमेउं तम्हा समुट्ठाय पहाय कामे । समिक्ख लोयं समया महेसी अप्पाणरक्खी चरेप्पमत्तो ।
–૩. ૪. ૧૦. मरदु व जियदु व जीवो अयदाचारस्स णिच्छिदा हिंसा । पयदस्स णस्थि बन्धो हिंसामित्तेण समिदस्स ।।
–રવૃત સર્વાર્થસિદ્ધિ ૧. ૧૩. જુઓ ઉ. -૨૨; ૪. ૬-૮; ૬. ૧૩; ૧૦. ૧-૩૬; ૨૧. ૧૪-૧૫; ર૬.
રર વગેરે ४ समया सव्वभूएसु सत्तमित्तसु वा जगे । पाणाइवायाविरहे जावज्जीवाए दुक्करं ॥
– ૩. ૧૯. ર૬. ५ तस पाणे चियाणेत्ता संगहेण य थावरे । जो न हिंसइ तिविहेण तं वयं बूम माहणं ॥
–૩. ૨૫. ર૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org