Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૨૭૮ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન કામવાસના પ્રત્યે ખૂબ જ વધી રહી હતી અને એટલે સુધી કે પશુઓ સાથે પણ કામસંતુષ્ટિ કરવામાં તેઓ પ્રયત્નશીલ રહેતા. તેથી બ્રહ્મચર્યના લક્ષણ અને સમાધિસ્થાનોના વર્ણનમાં તિર્યંચ શબ્દને જોડવામાં આવેલ છે. આ ઉપરાંત એ સમયના માણસો વક્રજડ સ્વભાવના હતા તેથી કુતર્ક દ્વારા એમ સિદ્ધ કરવા લાગ્યા હતા કે સ્ત્રી-સેવનનો ત્યાગ જરૂરી નથી અને અપરિગ્રહ વ્રતની અંદર જ સ્ત્રી એક પ્રકારની સંપત્તિ હોવાથી સ્ત્રી-સંપર્કજન્ય મૈથુન સેવનનો ત્યાગ પણ સંત્રિવિષ્ટ હતો. કામવાસના પ્રત્યે માનવોની આવી વધતી પ્રવૃત્તિ જોઈને જ તેને અહિંસાદિ વ્રતોથી પૃથક રૂપે સ્વીકારવામાં આવેલું તથા તેના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. કામવાસના વધી જવાથી લોકો અહિંસાદિ વ્રતો પ્રત્યે ઉન્મુખ થતા નહિ તેથી અહિંસા અને અપરિગ્રહ વ્રતની સર્વાધિક પ્રધાનતા હોવા છતાં પણ તેનું પાલન કરવામાં કામવાસનાઓ ખૂબ બાધક હતી તેથી બ્રહ્મચર્યને દુસ્તર ગણવામાં આવેલ છે અને અન્ય વ્રતોને સુખોત્તર ગણવામાં આવેલ છે. એ જ રીતે, રાત્રિભોજનની ખૂબ વધતી જતી પ્રવૃત્તિને જોઈને રાત્રિભોજન ત્યાગને પણ મહાવ્રતોની સાથે ઉલ્લેખવાની શરૂઆત થઈ હતી.
અપરિગ્રહ વ્રત ધન-ધાન્ય, દાસવર્ગ વગેરે જેટલાં નિર્જીવ અને સજીવ દ્રવ્ય છે તે બધાનો કૃત-કારિત-અનુમોદના અને મન-વચન-કાયથી નિર્મોહી થઈ ત્યાગ કરવો એ અપરિગ્રહ (અકિંચન) મહાવ્રત છે. તેથી સર્વ-વિરત સાધુને માટે જરૂરી છે કે તેણે સુધાશાન્તિ માટે પણ અન્નાદિનો લેશ માત્ર પણ સંચય ન કરવો અને રાત્રિ
१ चउविहेडवि आहारे राईभोयणवज्जणा । सनिहीसंचओ चेव वज्जेयव्वो सुदुक्करं ।
-૩. ૧૬. ૩૧. २ धणधनपेसवग्गेसु परिग्गहविवज्जणं । सव्वारंभपरिच्चागो निम्ममत्तं सुदुक्करं ॥
–૩. ૧૯. ૩૦. તથા જુઓ ઉં. ૮. ૪, ૧ર. ૯, ૧૪. ૪૧, ૪૯, ૨૧. ૨૧, ૨૫. ર૭૮, ૩૫. ૩, ૧૯. વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org