Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
હોય છે તે કુશળ ાિકની જેમ કામભોગરૂપી સમુદ્રને પાર કરી લે છે`. આ રીતે જે આ વ્રતને ધારણ કરવામાં સમર્થ બની જાય છે તે અન્ય વ્રતોને સરળતાપૂર્વક ધારણ કરી લે છે કારણ કે કામવાસના પાંચેય ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરવાથી ઉદ્દીપિત થતી રહે છે. તેથી સમાધિ સ્થાનોની પ્રાપ્તિ માટે પાંચેય ઇન્દ્રિયોના વિષયોની આસક્તિનો ત્યાગ આવશ્યક છે એમ કહેવામાં આવ્યું છે. આમ, જ્યારે પાંચેય ઇન્દ્રિયો વશમાં આવી જાય છે ત્યારે તે જિતેન્દ્રિય બની જાય છે અને ત્યારે જિતેન્દ્રિય માટે કોઈપણ વ્રત ધારણ કરવું મુશ્કેલ રહેતું નથી. એથી ગ્રંથમાં અનેક જગાએ પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી પ્રલોભિત ન થઈને જિતેન્દ્રિય, સંયત અને સુસમાહિત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. રથનેમી જેવા સંયમી દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે છતાં પણ રાજીમતી સંયમમાં દૃઢ રહે છે એ વાત તેની બ્રહ્મચર્યવ્રતની દૃઢતા સ્પષ્ટ કરે છે. તે પછી, બ્રહ્મચર્યમાં દૃઢ થઈ બંને અન્ય વ્રતોનું સરળતાથી પાલન કરી મુક્તિને મેળવે છે. જો કે આ વ્રતનો ઉદ્દેશ્ય પણ અહિંસાની ભાવનાને દૃઢ કરવાનો છે તથાપિ તેને સહુથી કઠિન ગાવામાં આવેલ છે તે એટલા માટે કે
१. भोगामिसदोसविसन्ने हियनिस्सेयसबुद्धिवोच्चत्थे । बाले य मंदिए मूढे बज्झई मच्छिया व खेलम्म ॥ दुप्परिच्चया इमे कामा नो सुजहा अधीरपुरिसेहिं । अह संति सुव्वया साहू जे तरंति अतरं वणिया व ॥
नागो जहा पंकजलावसन्नो दठ्ठे थलं नाभिसमेइ तीरं । एवं वयं कामगुणेसु गिद्धा न भिक्खुणो मग्गमणुव्वयामो ।। अच्चेइ कालो तरंति राइओ न यावि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा पुरिसं चयंति दुमं जहा खीणफलं व पक्खी ॥
૩ જુઓ - પરિશિષ્ટ ૨.
Jain Education International
૨ ૩. ૧૨. ૧. ૩, ૧૭, ૧૩. ૧૨, ૧૪. ૪૭, ૧૫. ૨-૪, ૧૫-૧૬,
૧૬.૧૫, ૧૮. ૩૦-૫૧. વગેરે.
૨૭૫
For Private & Personal Use Only
૧૩. ૮. ૫-૬.
૩. ૧૩. ૩૦-૩૧.
www.jainelibrary.org