Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
આવાગમન સંભવે છે એવાં મંદિર, સાર્વજનિક સ્થાન, બે ઘરોની સંધિઓ, રાજમાર્ગ વગેરે સ્થાનોમાં સાધુએ એકલા ન રહેવું` કારણ કે સ્ત્રી આદિથી સંકીર્ણ સ્થાનો ઉપરની હાજરીથી તેમની કામક્રીડાઓ જોઈને બ્રહ્મચારીની કામેચ્છા જાગ્રત થઈ શકે છે. પૂર્ણ-સંયમીએ સ્ત્રીના સંપર્કથી બચવું જોઈએ. અન્યથા રેથનેમીની જેમ કામજન્ય ચંચળતા સંભવે છે. જેમ બિલાડીઓ પાસે ઉંદરનું રહેવું ઉચિત નથી તેમ બ્રહ્મચારી પુરુષ સ્ત્રી પાસે (સ્ત્રીએ પુરુષ પાસે) રહેવું ઠીક નથી. તેથી બ્રહ્મચારી સાધુ માટે એકાન્ત સ્થાન જ ઉપયોગી છે .
૨ કામરાગ વધારનાર સ્ત્રીકથાનો ત્યાગ-મનમાં આહ્લાદને ઉત્પન્ન કરનાર તથા કામરાગને વધારનાર સ્ત્રીકથા કહેવા તથા સાંભળવાથી બ્રહ્મચર્ય ટકી શકે નહીં. તેથી બ્રહ્મચારીએ સ્ત્રીકથાથી દૂર રહેવું જોઈએ . જે સ્ત્રીકથાથી ધર્મમાં
१. जं विवित्तमणाइनं रहियं इत्थिजणेण य । बम्भचेरस्स रक्खट्ठा आलयं तु निसेवर ||
समरेसु अगारेसु संधीसु य महापहे । एगो एगिथिए सद्धि व चिट्ठे ण संलवे ||
૨ જુઓ પરિશિષ્ટ ૨
3 जहा विराला सहस्स मूले न यूसगाणं वसही पसत्था । एमेव इत्थीनिलयस्स मज्झे न बंभयारिस्स खमो निवासो ||
४ कामं तु देवीहिं विभूसियाहिं न चाइया खोमइउं तिगुत्ता । तहा वि एगंतहियं ति नच्चा विदित्तवासो मुणिणं पत्थो ।
५ मणपल्हायजणजी कामरागविवड्ढणी । बम्भररओ भिक्खू यीकहं तु विवज्जए ॥
Jain Education International
For Private & Personal Use Only
૨૬૯
—૩. ૧૬. ૧.
૧૩. ૧. ૨૬.
૩. ૨. ૧૩.
૩. ૩૨. ૧૬.
૧૩. ૧૬. ૨.
www.jainelibrary.org