Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૨૬૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
શરીર સંબંધી સર્વ પ્રકારના મૈથુનસેવનનો ત્યાગ કરવો એ બ્રહ્મચર્ય મહાવ્રત છે'. ગ્રંથમાં તેના અઢાર ભેદોનો સંકેત મળે છેરે. ઔદારિક શરીર (મનુષ્ય અને તિર્યંચ સંબંધી શરીર) અને વૈક્રિય શરીર (દેવ સંબંધી શરીર) સાથે મૈથુન સેવન સંભવતું હોવાથી ટીકાકારોએ આ બંને પ્રકારના શરીરો સાથે મૈથુન સેવનનો કૃતકારિત અનુમોદના તથા મન-વચન-કાયથી ત્યાગ કરવા રૂપ બ્રહ્મચર્યના અઢાર ભેદ ગણાવ્યા છે. બ્રહ્મચર્યના આ જે અઢાર ભેદ ગણાવવામાં આવ્યા છે તે સામાન્ય દૃષ્ટિએ છે. અન્યથા દરેક વ્યક્તિના શરીરભેદથી તેના અનેક પ્રકારો સંભવે છે. આ બ્રહ્મચર્યની રક્ષા માટે નીચે જણાવેલ દસ પ્રકારના સમાધિ સ્થાનોનું અનુપાલન આવશ્યક છે.
સમાધિ સ્થાન : બ્રહ્મચર્યની રક્ષા માટે જે દસ વિશેષ બાબતોનો ત્યાગ આવશ્યક દર્શાવવામાં આવેલ છે તેને ગ્રંથમાં ‘સમાધિ સ્થાન'ના નામે વ્યક્ત કરવામાં આવેલ છે”. ચિત્તને એકાગ્ર કરવામાં તેનું વિશેષ મહત્ત્વ હોવાથી તેને સમાધિ સ્થાન કહેવામાં આવેલ છે. સમાધિ સ્થાનના દસ પ્રકારો નીચે મુજબ છે :
૧ સ્ત્રી વગેરેથી સંકીર્ણ સ્થાનના સેવનનો ત્યાગ-સ્ત્રી, પશુ વગેરેનું જ્યાં
१. दिव्यमाणुस्सतेरिच्छं जो न सेवइ मेहुणं । मणसा कायवक्केणं तं वयं बूम माहणं ॥
विरई अबंभचेरस्स कामयोगरसनुणा । उग्गं महव्वयं बंमं धारेयव्वं सुदुक्करम् ॥
Jain Education International
૩. ૨૫. ૨૬.
૨ ૩. ૩૧. ૧૪.
૩ એજન. આ. ટી. પૃ. ૧૩૯૬.
४ इमे खलु ते थेरेहिं भगवंतेहि दस बम्भचेरसमाहिठाणा पत्रत्ता, जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवर बहुले समाहिबहुले गुत्ते गुत्तिंदिए गुत्तबंभचारी सया अप्पमत्ते
विहरेज्जा |
For Private & Personal Use Only
૧૩. ૧૯. ૨૯.
—૩. ૧૬. ૧. (ઘ)
www.jainelibrary.org