Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૨૫૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
જો કે સાધુ બધા પ્રકારના પરિગ્રહથી રહિત હોય છે; તથાપિ જીવિકાનિર્વાહ, ધર્મપાલન તથા લોકમાં પ્રતીતિ કરાવવા માટે તે જે આવશ્યક બાહ્ય ઉપકરણોનું ગ્રહણ કરે છે તેને ઉપધિ અથવા ઉપકરણ કહેવામાં આવે છે. તેને મુખ્યતઃ બે ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે. ૧. સામાન્ય ઉપકરણ (ઓધોપધિ) અને વિશેષ ઉપકરણ (ઔપગ્રહિકોપધિ).
- સામાન્ય ઉપકરણો જે વસ્ત્રાદિ સાધુના ઉપયોગમાં દરરોજ આવે છે તેને સામાન્ય ઉપકરણ (ઓશોપધિ) કહેવામાં આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં સ્થવિરકલ્પી સાધુ માટે વર્તમાનમાં એવાં ચૌદ ઉપકરણ રાખવાની છૂટ છે. પરંતુ ગ્રંથમાં આ પ્રકારના જે ઉપકરણોનો ઉલ્લેખ મળે છે તે આ પ્રમાણે છે.
૧. મુખવસ્ત્રિકા શ્વેત કપડાની પટ્ટી જેને જૈન શ્વેતાંબર સાધુ હંમેશાં પાસે રાખે છે. કેટલાક મુખ ઉપર બાંધી રાખે છે. દિગબર પરંપરાના સાધુ આ ઉપકરણને ધારણ કરતા નથી.
१ ओहावहोवग्गाहियं भण्डगं दुविहं मुजी ।
–૩. ૨૪-૧૩. ૨. એ ચૌદ ઉપકરણ આ પ્રમાણે છે : ૧. પાત્ર, ૨. પાત્રબંધ, ૩. પાત્રસ્થાપન,
૪.પાત્રામાર્શનિકા, પ. પટલ, ૬. રજ સ્ત્રાણા, ૭. ગુચ્છક, ૮-૯ બે ચાદર, ૧૦. ઊનનું વસ્ત્ર (ધાબળો), ૧૧. રજોહરણ, ૧ર. મુખવસ્ત્રિકા, ૧૩. માત્રક (પાત્ર વિશેષ) અને ૧૪. ચોલપટ્ટક (લંગોટી)
જે. સા. ઈ. પૂ. ર૪૨. 3 पुब्बिलम्मि चउष्माए पडिलेहिमाण भण्डयं ।
.... .... .... .... || मुहपोत्ति पडिलेहित्ता पडिलहिज्ज गोच्छगं । गोच्छगलइयंगुलिओ वत्थाई पडिलेहए ।
–૩. ર૬. ર૧. ર૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org