Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૨૫૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
પૂજ્ય બની જાય છે.
વસ્ત્રાભૂષણનો ત્યાગ અને કેશલોચ દીક્ષિત થનાર સાધકે સર્વપ્રથમ પોતાનાં બધા વસ્ત્રાભૂષણોનો ત્યાગ કરવો પડે છે. ત્યારપછી પોતાનાં શિર અને દાઢીના વાળને બંને મુઠ્ઠીથી જાતે અથવા બીજાની મદથી ઉખેડી નાખવા પડે છે જેને કેશલોચ કહેવામાં આવે છે.
આમ સાધકે દીક્ષા લેતાં પહેલાં સર્વપ્રથમ પોતાનાં કુટુંબીજનોની આજ્ઞા લેવી પડે છે. ત્યાર પછી તે કુટુંબ અને પરિવારના સ્નેહીજનોનો મોહ છોડીને તથા સંસારના વિષયભોગોનો ત્યાગ કરીને દીક્ષાગુરુ પાસે જાય છે. ત્યાં પહોંચીને તે પોતાનાં બધા વસ્ત્ર અને ઘરેણાં વગેરેનો ત્યાગ કરીને બંને હાથે પોતાના વાળને પણ ઉખેડી નાખે છે. ત્યાર પછી તે સાધુના નિયમ વગેરેને ગ્રહણ કરે છે. આ દીક્ષા સંસારના કષ્ટમય જીવનમાંથી કરેલ પલાયન નથી અને તે કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે.
બાહ્ય ઉપકરણ અથવા ઉપધિ ગ્રંથમાં સાધુના બાહ્યવેશ તથા ઉપકરણ વગેરેના વિષયમાં જે સંકેત મળે છે તે પરથી જાણવા મળે છે કે સાધુ ગૃહસ્થો પાસેથી મળેલ સાધારણા વસ્ત્રો
१ एवं ते रामकेसवा दसारा य बहूजणा ।
अरिट्ठनेमि वंदिता अइगया बारगाउरिं ।।
–૩. રર. ર૭.
२. आभरणाणि य सव्वाणि सारहिस्स पणामई ।
–૩. ર૨. ર૦.
सयमेव लुचई केसे पंचमुट्ठीहिं समाहिओ ।
–૩. રર. ર૪.
તથા જુઓ – ઉ. રર. ૩૦-૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org