Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
રત્નત્રય
૨૩૭
ક્રમ, નામ અને અર્થમાં થોડો ફેરફાર જોવા મળે છે પરંતુ બન્નેનો ઉદ્દેશ્ય એક છે – આત્મવિકાસ કરતાં કરતાં સર્વવિરતિરૂપ સાધ્વાચારની અવસ્થા પ્રાપ્ત કરવી.
ગૃહસ્થાચાર પાલન કરવાનું ફળ ઃ આ પ્રકારના ગૃહસ્થધર્મનું પાલન કરનાર વ્યક્તિ જે ફળને પ્રાપ્ત કરે છે તે તેના આત્મવિકાસની હીનાધિકતા ઉપર આધારિત છે. માટે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જે ગૃહસ્થ ધર્મનું પાલન કરે છે તે મનુષ્ય જન્મથી માંડી દેવ અથવા મુક્ત અવસ્થાને પણ પ્રાપ્ત કરી
છે. આ ઉપરાંત બાકીનાં સાત વ્રત અહિંસાદિવ્રતોની રક્ષા કરવા માટે છે જે ગુણવ્રત” અથવા “શિક્ષાવ્રત'ના નામે વ્યક્ત થયેલ છે. આ બાર વ્રત આગળની પ્રતિમાઓની દઢતામાં સહાયક-કારણ બને છે. ૩ સામાયિક : સામાયિકવ્રતનું દઢતાથી પાલન કરવું, ૪ પ્રોષધ : પ્રોષધવ્રતનું દઢતાથી પાલન કરવું ૫ નિયમ : રાત્રિભોજન-ત્યાગ વગેરે ખાસ નિયમો લેવા. ૬ બ્રહ્મચર્ય : પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૭ સચિતવિરત : કંદમૂળ વગેરે લીલી વનસ્પતિનો ત્યાગ કરવો. ૮ આરંભવિરત : જેમાં જીવોની હિંસા થાય એવી સાવઘ (પાપાત્મક) ક્રિયાઓ પોતે ન કરવી. ૯ પૃષારંભવિરત : બીજાને પણ ગૃહસ્થી સંબંધી સાવઘક્રિયાઓ કરવામાં પ્રેરિત ન કરવા. ૧૦ ઉદ્દિષ્ટ ભક્તવિરત : પોતાને માટે બનાવવામાં આવેલ ભોજનાદિ ન ખાવાં અથવા ગૃહસ્થીના કાર્યોની અનુમોદના ન કરવી અને ૧૧ શ્રમણભૂત ઃ જૈન સાધુની જેમ આચરણ કરવું. આ પ્રતિમાધારી ગૃહસ્થ અને સાધુમાં એટલું અંતર છે કે આ પ્રતિમાપારી સ્વ-કુટુંબીજનોને ત્યાંથી જ આહારાદિ લે છે જ્યારે સાધુ સ્વ-કુટુંબ સાથેના પૂર્ણ મમત્વને છોડીને સર્વત્ર વિચરણ કરે છે અને બધી જગાએથી આહાર સ્વીકારે છે. જુઓ દશાશ્રુતસ્કન્દ, દશા ૬-૭; ... સમવાય ૧૧;
ઉપાશાં પૃ. ૧૧૫-૧૨૨; નૈન-યોગ (બાર-વિયિમ્સ), પૃ. ૧૧. ૫૬. ૧ દિગંબર : પરંપરામાં ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ ક્રમશ: આ મુજબ
છે : દર્શન, વ્રત, સામાયિક, પ્રૌષધ, સચિત્તવિરત, રાત્રિભોજન વિરત, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહ વિરત, અનુમતિ વિરત તથા ઉદ્દિષ્ટ વિરત. જુઓ : જૈનાચાર ડૉ. મોહનલાલ મહેતા. પૃ. ૧૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org