Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ર૧)
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન જતી નદીઓમાં શ્રેષ્ઠ “શીતા' નામની નદીની જેમ શોભાસંપન્ન, ૧૫. અનેકવિધ ઔષધિઓથી દેદીપ્યમાન પર્વતોમાં શ્રેષ્ઠ અતિવિસ્તૃત “સુમેરુ' (અંદર) પર્વતની જેમ પ્રધાન અને ૧૬. અક્ષય જળ અને અનેક રત્નોથી પૂર્ણ “સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ગંભીર.
આ બધા દષ્ટાંતો સાભિપ્રાય વિશેષણોવાળાં છે અને તે દ્વારા શ્રુતજ્ઞાનીના સ્વાભાવિક ગુણો ઉપર પ્રકાશ પડે છે. જેમ કે શ્રુતજ્ઞાની સમુદ્રની જેમ ગંભીર, હરીફોથી અજેય, અતિરસ્કૃત, વિસ્તૃત શ્રુતજ્ઞાનથી પરિપૂર્ણ, જીવોના રક્ષક, કર્મક્ષયકર્તા, ઉત્તમ અર્થની ગવેષણા કરનાર, અને સ્વ તેમજ પરને મોક્ષ પ્રાપ્ત કરાવનાર હોય છે. એ રીતે, શ્રુતજ્ઞાનીના અન્ય અનેક ગુણ સ્વતઃ સમજી શકાય છે. સત્યજ્ઞાનની પ્રાપ્તિમાં શાસ્ત્રોનું સ્થાન પ્રમુખ હોવાથી શ્રુતજ્ઞાનીની અનેક સ્થળે પ્રશંસા કરીને તેનું ફળ મોક્ષ છે એમ દર્શાવવામાં આવ્યું છે.
૨. આભિનિબોધિક જ્ઞાન ? ચક્ષુ આદિ ઈન્દ્રિયો તથા મનની સહાયતાથી ઉત્પન્ન થનાર જ્ઞાન “આભિનિબોધિક જ્ઞાન' કહેવાય છે. જૈન દર્શનમાં તેનું પ્રચલિત નામ “મતિજ્ઞાન' છે. કારણ કે તે ઈન્દ્રિયાદિની સહાયતાથી પ્રાપ્ત થાય છે. “તત્ત્વાર્થ સૂત્રમાં મતિ (વર્તમાનને વિષય બનાવનારી), સ્મૃતિ (અતીત વિષયક અથવા પૂર્વાનુમતે વસ્તુને યાદ કરાવનારી), સંજ્ઞા (અતીત અને વર્તમાનને વિષય બનાવનારી અથવા “આ તે છે' એ પ્રકારે પ્રત્યભિજ્ઞાનરૂપ), ચિત્તા (તક) અને અભિનિબોધ (સામાન્ય જ્ઞાનરૂપ અનુમાન)ને એકાર્યવાચક દર્શાવવામાં આવેલ છે કારણ કે આ બધાં જ્ઞાનોની ઉત્પત્તિમાં ઈન્દ્રિયાદિની સહાયતા હોય છે. એ રીતે આવશ્યક નિર્યુક્તિમાં પણ અભિનિબોધક માટે ઈહા (પ્રથમ ક્ષણે જોયેલ પદાર્થની બાબતમાં વિશેષ જાણવાની ચેષ્ટારૂપજ્ઞાન) આદિ અનેક પર્યાયવાચી
૧ એજન, તથા ઉ. ૧૧. ૩૨; ૨૯. ૨૪, ૫૯; ૧૦. ૧૮; ૩. ૧, ૨૦. ૨ એજન (ઉ. ૧૧. ૩૧; ૨૯, ૫૯). 3 मति: स्मृति: संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ।
–1. નૂ. ૧. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org