Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ર૧૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
કર્મોને નષ્ટ કરીને નિયમપૂર્વક મુક્તિને પ્રાપ્ત કરે છે.
આમ, આ પાંચ પ્રકારના જ્ઞાનોમાંથી પ્રથમ બે જ્ઞાન ઈન્દ્રિયાદિની સહાયતાથી ઉત્પન્ન થાય છે અને તે કોઈને કોઈ સ્વરૂપે ઘણું કરીને બધા જીવોમાં હોય છે. - જો આમ ન માનવામાં આવે તો જીવમાં જીવત્વ જ નહીં રહે કારણ કે ચેતનાને
જીવના લક્ષણ તરીકે સ્વીકારવામાં આવેલ છે અને ચેતના દર્શન અથવા જ્ઞાનરૂપ છે એમ સ્વીકારવામાં આવ્યું છે. બાકીના ત્રણ જ્ઞાન દિવ્યજ્ઞાનની ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ અવસ્થાઓ છે. આની પ્રાપ્તિ તપસ્યા વગેરેના પ્રભાવથી કોઈકને જ થાય છે. અહીં એક વાત વળી એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે જૈન દર્શનમાં આ પાંચ જ્ઞાનમાં જ પ્રમાણતાનો સ્વીકાર થયેલો છે તૈયાયિકોની જેમ ઈન્દ્રિયાર્થ-સંનિકર્ષમાં નહીં.
ગુરુ - શિષ્ય સંબંધ : જ્ઞાન પ્રાપ્તિનાં પ્રમુખ સાધન શાસ્ત્ર હતાં અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુની પાસે જવું પડતું. ગુરુ પ્રાય: અરણ્યમાં રહેતા અને તેઓ સાંસારિક વિષય-ભોગોથી વિરક્ત એવા સાધુઓ હતા. વિદ્યાર્થી એમની પાસે રહીને તેમની આજ્ઞાનુસાર અધ્યયન કરતા. એ વિદ્યાર્થીઓમાં કેટલાક વિનમ્ર (વિનીત) અને કેટલાક અવિનમ્ર (અવિનીત) હતા.
१ जाव सजोगी भवइ, ताव इरियावहियं कम्मं निबंधइ, सुहफरिस दुसमयठिइयं । तं
जहा-पढमसमये बद्धं, विइयसमए वेइयं, तइयसमये निज्जिण्णं, तं बद्धं पुढं उदीरियं वेइयं निज्जिण्णं सेयाले य अकम्मं चावि भवइ ।
–૩. ર૯. ૭૧. તથા જુઓ – ઉ. ર૯. ૭૨. २ एकादिनी भाज्यानि युगपदेकस्मिन्ना चतुर्थ्य:
–. મૂ. ૧. ૩૧. તથા જુઓ – સવાર્થસિદ્ધિ ૧. ૩૧. વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૪૭૪૪૭૬. 3 तत्वप्रमाणे।
–ત. . ૧. ૧૦. તથા જુઓ – સવાર્થસિદ્ધિ ૧. ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org