Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
રત્નત્રય
કરવો. ૧૦ અભિમાન કરવું. ૧૧. લોભ કરવો. ૧૨. ઈન્દ્રિયો ઉપર કાબુ ન રાખતાં સ્વચ્છન્દ આચરણ કરવું. ૧૩. સહપાઠીઓ સાથે સહયોગ ન કરવો. ૧૪. બીજાનું અપ્રિય બોલવું.
આ રીતે, અવિનીતના બીજા પણ વધારે દુર્ગુણો હોઈ શકે. ગ્રંથમાં અવિનીત શિષ્યોના આ રીતે કેટલાંક અન્ય કાર્યોનો પણ ઉલ્લેખ થયેલ છે. જે દ્વારા અવિનીત શિષ્યના સ્વરૂપ વિષે બરાબર જાણી શકાય છે, જેમ કે ઃ
૧. ગુરુ જ્યારે ધર્મોપદેશ આપતા હોય ત્યારે વચ્ચે બોલવું, એમના વચનોમાં ખામી કાઢવી અથવા પ્રતિકૂળ આચરણ કરવું, ૨. વિષય-ભોગોમાં રચ્યાપચ્યા રહેવું, ૩. ચિરસ્થાયી ક્રોધ તથા અભિમાન કરવા, ૪. ભિક્ષા લાવવામાં આળસ ક૨વી, ૫. ભિક્ષા માંગવી એ હલકું કામ છે એમ સમજી ભિક્ષા લેવા માટે ન જવું, ૬. દુષ્ટ વૃષભની જેમ કાબુમાં ન રહેવું- જેમ કે કોઈ દુષ્ટ બળદ બળદગાડીમાં જોતરવામાં આવે ત્યારે ગાડીવાન ચલાવે ત્યારે આગળ ન વધે તથા ક્યારેક ઘૂંસરી ઉપર રાખેલ લાકડા કે વાંસના ખીલાને તોડી નાખે છે, ક્યારેક નજીકમાં બેસી જાય છે ક્યારેક પડી જાય છે, ક્યારેક સુઈ જાય છે કયારેક દેડકાની જેમ ઠેકડા મારે છે, ક્યારેક તરુણ ગાયની પાછળ દોડવા માંડે છે, ક્યારેક મરી ગયો હોય એમ સ્થિર થઈ જાય છે, ક્યારેક પાછે પગે ભાગવા માંડે છે, ક્યારેક લગામ તોડી નાખે છે અને પોતાના માલિક (ગાડીવાન)ને
१. सो वि अंतरमासिल्लो दोसमेव पवई । आयरियाणं तु वयणं पडिकूलेऽभिक्खणं ॥
२ इड्डीगारविए एगे एगेऽत्थ रसगारवे । सायागारविए एगे एगे सुचिरकोहणे ॥ भिक्खालसिए एगे एगे ओमाणभीरुए । थड्वे एगे अणुसासम्मी हेऊहिं कारणेहि य ।।
Jain Education International
૨૧૯
For Private & Personal Use Only
૩. ૨૭. ૧૧.
૧૩. ૨૭, ૯-૧૦.
www.jainelibrary.org