Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
સમ્યચારિત્રના પ્રમુખ પાંચ પ્રકારો :
ચારિત્રના વિકાસક્રમને દષ્ટિમાં રાખીને સદાચારને પાંચ વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે :
૨૩૦
૧ અશુભાત્મક પ્રવૃત્તિને રોકીને સમતાભાવમાં સ્થિર થવું. (સામાયિક ચારિત્ર), ૨ પહેલાં લીધેલાં વ્રતોને ફરીથી લેવાં (છેદોપસ્થાપના ચારિત્ર),
૩ આત્માની વિશેષ શુદ્ધિ માટે તપશ્ચરણ કરવું (પરિહારવિશુદ્ધિ ચારિત્ર), ૪ સંસારના વિષયોમાં રાગનું પ્રમાણ અતિઅલ્પ થવું (સૂક્ષ્મ સંપરાય ચારિત્ર) અને
૫ પૂર્ણ વીતરાગી થવું (યથાખ્યાત ચારિત્ર) તેનાં સ્વરૂપ વગેરે આ પ્રમાણે
છે
:
૧ સામાયિક ચારિત્ર : સમતાભાવમાં સ્થિત થવા માટે પાપાત્મક (હિંસાત્મક) પ્રવૃત્તિઓને રોકીને અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોનું પાલન કરવું. આ સદાચારની પ્રથમ અવસ્થા છે. સદ્ગૃહસ્થનો સદાચાર પણ આ કોટિમાં આવે. સામાજિક સદાચાર-પરક જેટલા નિયમ-ઉપનિયમ છે તે બધાનો સમાવેશ આ ચારિત્રમાં થઈ જાય છે. વાસ્તવિક રીતે, સામાયિક ચારિત્રનો પ્રારંભ સાધુધર્મમાં દીક્ષા લીધા પછી શરૂ થાય છે કારણ કે સામાયિક ચારિત્ર વગેરે જે ચારિત્રના પાંચ પ્રકારો પાડવામાં આવ્યા છે તે બધા સાધુના આચારની અપેક્ષાએ પાડેલા છે. માટે સાધુ બનતાં પહેલાં જે અહિંસાત્મક સદાચાર છે તે પણ સામાયિકચારિત્રની પૂર્વ-પીઠિકરૂપ હોવાથી એની અંદર સમાવિષ્ટ થાય છે.
૨ છેદોપસ્થાપના ચારિત્ર : છેદનો અર્થ થાય ભેદન કરવું અથવા છોડી દેવું. ઉપસ્થાપના એટલે પુનઃગ્રહણ કરવું. અર્થાત્ સામાયિક ચારિત્રનું પાલન કરતી વખતે લીધેલ અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોને પુનઃ જીવનપર્યંત વિશેષરૂપે
१. सामाइयस्थ पढमं छेदोवट्ठापणं भवे वीयं । परिहारविसुद्धीयं सुहुमं तह संपरायं च ॥ अकसायमहक्खायं छउमत्यस्स जिणस्स वा । एयं चयरित्तकरं चारित्तं हौइ आहियं ॥
Jain Education International
For Private & Personal Use Only
-૩. ૨૮. ૩૨-૩૩.
www.jainelibrary.org