Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૨૦૮ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન પુષ્ટિ મળે છે. આ રીતે જે જ્ઞાન સંસારના વિષયસુખો તરફ લઈ જાય છે તે મિથ્યા છે તથા જે મોક્ષાભિમુખ બનાવે છે તે સત્ય છે. તેનું કારણ એ છે કે સાંસારિક વિષયભોગ અને તજ્જન્ય સુખ અનિત્ય અને આભાસમાત્ર (મિથ્થા) છે અને મુક્તિ તથા જીવાદિ નવતથ્યો તો ત્રણે કાળ માટે સત્ય છે.
જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકાર : જ્ઞાનના આવરક પાંચ પ્રકારનાં કર્મોનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી તે તે આવરક કર્મોના ઉદયમાં ન રહેનારાં એવાં પાંચ પ્રકારના જ્ઞાનને સ્વીકારવામાં આવેલ છે. જેમ કે : ૧. શાસ્ત્રજ્ઞાન (શ્રુતજ્ઞાન) ૨. ઈન્દ્રિય મનોનિમિત્તક જ્ઞાન (આભિનિબોધિક જ્ઞાન - મતિજ્ઞાન) ૩. કેટલીક મર્યાદાવાળા રૂપી પદાર્થ વિષયક પ્રત્યક્ષાત્મક દિવ્યજ્ઞાન (અવધિજ્ઞાન) ૪. બીજી વ્યક્તિના મનના વિક્સપોમાં ચિન્તનીય રૂપી પદાર્થને જાણનારું રૂપી-પદાર્થવિષયક પ્રત્યક્ષાત્મક દિવ્યજ્ઞાન (મન: પર્યવજ્ઞાન) અને ૫. ત્રિકાળવર્તી સમસ્ત દ્રવ્યોનું પૂર્ણ અને અસીમ પ્રત્યક્ષાત્મક દિવ્યજ્ઞાન (કેવળજ્ઞાન).
આમાં, છેવટનાં ત્રણ જ્ઞાન ક્રમશ: ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ દિવ્યજ્ઞાનની અવસ્થાઓ છે તથા એ ત્રણે જ્ઞાનોમાં ઈન્દ્રિયાદિની સહાયતા આવશ્યક થતી નથી. જો કે ગ્રંથમાં તેનો સ્વરૂપાદિ વિષે ખાસ વિચાર કરવામાં આવેલ નથી છતાં, તેની બાબતમાં કેટલાક સંકેતો જરૂર મળે છે જે નીચે મુજબ છે:
૧. શ્રુતજ્ઞાન : તેનો સામાન્ય અર્થ શબ્દજન્ય શાસ્ત્રજ્ઞાન એવો થાય છે. પરંત, સમ્યક શ્રતજ્ઞાન તો એ જ છે કે જે જિનોપદિષ્ટ પ્રામાણિક શાસ્ત્રોમાંથી મળે છે. જિનોપદિષ્ટ પ્રામાણિક ગ્રંથ અંગ (પ્રધાન) અને અંગબાહ્ય (અપ્રધાન) એવા પ્રકારે બે ભેદવાળું છે. તેથી શ્રુતજ્ઞાનના પણ જૈન દર્શનમાં પ્રથમ તો બે પ્રકારો માનવામાં આવેલ છે. અંગગ્રંથોની સંખ્યા બારની હોવાથી અંગ-વિષયક
१ पापसुयपसंगेसु
–૩. ૩૧. ૧૯.
२ तत्थ पंचविहं नाणं सुयं आभिनिबोहियं ।
ओहिनाणं तु तइयं मणनाणं च केवलं ॥
–૩. ૨૮. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org