Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૨૦૨ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન
૨. ઉપદેશરુચિઃ ગુરુ વગેરેના ઉપદેશથી જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા થવી. તેની ઉત્પત્તિમાં પરોપદેશ એ નિમિત્તકારા છે.
૩. આજ્ઞારુચિ : ગુરુ આદિના આદેશ (આજ્ઞા)થી તથ્યોમાં શ્રદ્ધા થવી અર્થાત્ ગુરુએ આમ કહ્યું છે તેથી સાચું છે એવી શ્રદ્ધા થવી. ઉપદેશરુચિમાં ગુરુના ઉપદેશની પ્રધાનતા રહેલી છે અને આજ્ઞારુચિમાં ગુરુના આદેશની પ્રધાનતા રહેલી છે. ઉપદેશરચિમાં ગુરુ તથ્યોને માત્ર સમજાવે છે અને આજ્ઞારચિમાં આદેશ આપે છે કે તમે આ રીતે શ્રદ્ધા રાખો. આવો બન્નેમાં તફાવત છે.
૪. સૂત્રરુચિ : “સૂત્ર” એટલે અંગ કે અંગબાહ્ય જૈન-આગમ સૂત્ર-ગ્રંથ. તેથી સૂત્ર-ગ્રંથોના અધ્યયનથી જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા થવી એ સૂત્રરુચિ છે.
૫. બીજરૂચિ ? જે સમ્યગ્દર્શન એક પદ-જ્ઞાનથી અનેક પદાર્થજ્ઞાનોમાં ફેલાય જાય તેને બીજરુચિ કહેવાય છે. આવા સમ્યકત્વની ઉત્પત્તિ માટે આ
यो हि जातिस्मरणप्रतिभादिरूपया स्वमत्याऽवगतान् सद्भूतान् जीवादीन् पदार्थान् श्रद्दधाति स निसर्गरुचिरिति भावः ।
–ીના સૂત્ર (૧૦. ૭૫૧) વૃત્તિ, પૃ. ૪૭૭. १ एए चेव उ भावे उवइढे जो सद्दहई । छउमत्येण जिणेण व उवएसरुइ ति नायव्यो ।।
–૩. ૨૮. ૧૬. २ रागो दोसो मोहो अन्नाणं जस्स अवगयं होइ । आणाए रोयंतो सो खलु आणारुई नाम ।।
–૩. ૨૮. ૨૦. जो हेउमयाणंतो आणाए रोयए पवयणं तु । एमेव नबहत्ति य एसो आणारुई नाम ।।
–ખરીના સૂત્ર, ૧. ૭૪. ૫ (પૃ. ૧૭૯). 3 जो सुत्तमहिज्जंतो सुएण ओगाहई उ सम्मतं । अंगेण बहिरेण व सो सुत्तरुइ त्ति नायव्यो ।।
–૩. ૨૮. ૨૧. ४ एगेण अणेगाइं पयाई जो पसरई उ सम्मतं । उदए ब्व तेलुबिंदु सो बीयरुइ त्ति नायव्यो ।।
–૩. ૨૮. રર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org