Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૧૯૨
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના આ રીતે જ્ઞાન અને ચારિત્ર બંને સાથે-સાથે આગળ ધપે છે. જ્યારે સાધકને સાચું અને પૂર્ણ જ્ઞાન મળે છે ત્યારે તે સંસારના બંધનથી છૂટકારો પ્રાપ્ત કરે છે કારણ કે જ્યારે સાચું અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે કોઈ વાર પણ ખોટું આચરણ કરી શકતો નથી. તેથી, ભૃગુપુરોહિતના બંને પુત્રો પોતાના મિત્રોને કહે છે - “જે પ્રકારે અમે ધર્મને ન જાણતાં, અજ્ઞાનવશ (મોહવશ) પહેલાં પાપકર્મ કર્યા હતાં તે પ્રકારે હવે અમે આપના દ્વારા રોકવામાં આવતાં, અને અમારી રક્ષા થતાં, ફરીથી એવાં કર્મો કરીશું નહીં. આ ઉપરાંત, ગ્રંથમાં પૂર્ણજ્ઞાનીને જીવનયુક્ત (કેવલી) કહેવામાં આવેલ છે. આનો અર્થ એવો નથી કે માત્ર જ્ઞાનથી જ મોક્ષ મળી જાય છે કારણ કે પૂર્વબદ્ધ કર્મોનાં ફળ અવશ્ય ભોગવવાં પડતાં હોવાથી પૂર્ણા-મુક્તિ માટે પૂર્ણજ્ઞાન ઉપરાંત સદાચારની પણ જરૂર રહે છે. જો પૂર્ણજ્ઞાન માત્રથી જ મોક્ષ મળે એવું માની લેવામાં આવે તો જિનેન્દ્ર દેવોનો ઉપદેશ પ્રામાણિક ઠરે નહીં કારણ કે પૂજ્ઞાન થતાં તેઓ સંસારમાં નહીં રહે અને પૂજ્ઞાન થવા પહેલાં આપવામાં આવેલો એમનો ઉપદેશ પ્રામાણિક ગણાશે નહીં. આમ, જ્ઞાન વગરનું ચારિત્ર અને ચારિત્ર વગરનું જ્ઞાન એ બંને પંગુ છે. ગ્રંથમાં જ્ઞાન કરતાં ક્યાંક ક્યાંક આચારને પ્રધાનતા દેવાનું મુખ્ય પ્રયોજન એ હતું કે તે સમયે માનવમાત્ર વેદ-જ્ઞાનને મોક્ષનું સાધન માનીને પોતાના આચારની બાબતમાં પતિત થતા હતા. શબ્દજ્ઞાનમાત્રથી ચારિત્ર શુદ્ધ થાય નહીં. તેથી તે જ્ઞાનમાં દૃઢ વિશ્વાસ પણ જરૂરી છે. તેથી જ્ઞાન અને આચારની પહેલાં શ્રદ્ધાપરક સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શન આવશ્યક મનાયેલ છે કારણ કે કોઈ પણ જીવનું જ્ઞાન ગમે તેટલું ઊંચી કોટિનું હોય છતાં તેને સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી તે જ્ઞાન સમ્યક ગણાય નહીં. १ जहा वयं घम्ममजाणमाणा पावं पुरा कम्ममकासि मोहा।। ओरुब्ममाणा परिरक्खियंता तं नेव भुज्जो वि समायरामो ।।
–૩. ૧૪. ૨૦. ૨ જુઓ - પ્રકરણ ૬. 3 जीवादीसद्दहणं सम्मतं रूवमप्पणो तं तु । दुरभिणिवेसविमुक्कं णाणं सम्मं खु होदि सदि जम्हि ।।
દ્રવ્યસંગ્ર૬, ગાથા ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org