Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૨ : સંસાર
૧૬૫ માત્ર સંખ્યાનો નિર્દેશ કરવામાં આવેલો છે. જેમકે કર્મોના પ્રદેશાગ્રના વર્ણનમાં જોવા મળે છે. અહીં એ યાદ રાખવાનું છે કે કર્મોને ફળદાયક બનાવવા માટે કર્મોથી જુદી એવી અન્ય શક્તિની કલ્પના કરવામાં આવી નથી. આ કર્મ અચેતન હોવા છતાં એક સ્વચાલિત યંત્રની જેમ પોતાનું કાર્ય કર્યા કરે છે.
કર્મબંધમાં સહાયક લેગ્યાઓ : કર્મો રૂપી હોવા છતાં તેમને નરી આંખે જોવાનું કાર્ય અસંભવિત છે. તો પછી,અમુક કર્મોનો બંધ થયો છે એ રીતે કર્મોના બંધને કેવી રીતે સમજી શકાય ? આ માટે ગ્રંથમાં કર્મ-વેશ્યાઓનું વર્ણન આપવામાં આવ્યું છે. કર્મલેશ્યાનો અર્થ આ પ્રમાણે છે: આત્મા સાથે બંધાયેલ કર્મોના પ્રભાવથી વ્યક્તિમાં ઉત્પન્ન થનાર અધ્યવસાય-વિશેષ અથવા કષાયાદિથી અનુરંજિત મન-વચન-કાયાની પ્રવૃત્તિ, તરતમભાવની દષ્ટિએ વ્યક્તિઓનાં સારા અને ખરાબ આચરણને છ ભાગમાં વહેંચીને તદનુસાર જ છ લેશ્યાઓનું સ્વરૂપ-વર્ણન કરવામાં આવેલ છે. કેવા પ્રકારના આચરણનું ફળ કેટલું મધુર કે કડવું હોય છે, સ્પર્શ કેટલો કર્કશ કે કોમળ હોય છે, ગંધ કેટલી તીવ્ર કે મંદ હોય છે, રંગ કેવા પ્રકારનો હોય છે, વગેરે બાબતોને આ વેશ્યાઓ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત, આ વેશ્યાઓનાં નામકરણ રંગોને આધારે કરવામાં આવેલ છે. તેનાં નામ અનુક્રમે આ મુજબ છે. કૃષ્ણા, નીલ, કપોત, તેજ, પદ્મ, તથા શુકલ. હવે ક્રમશ: એનાં સ્વરૂપાદિનું વર્ણન ગ્રંથાનુસાર કરવામાં આવશે.
१ सिद्धाणणंतभागो य अणुभागा हवंति उ ।
सव्वेसु वि पएसग्गं सव्वजीवेसु इच्छियं ।।
–૩. ૩૩. ૨૪.
તથા જુઓ - મૃ. ૧૬૩. પા. ટિ. ૧. २ किण्हा नीला य काऊ य तेऊ पम्हा तहेव य ।
सुक्कलेसा य छट्ठा य नामाइं तु जहक्कम ॥
–૩. ૩૩. ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org