Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૧૬૮
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન વગેરે ગુણોવાળો હોય છે. તેનો “રંગ' હિંગલધાતુ (શિંગરફ), તરુણ સૂર્ય (બપોરનો સૂર્ય), પોપટની ચાંચ અને દીવાની જ્યોત જેવો દીપ્તિમંત હોય છે. તેનો “રસ' અનેકગણો વધારે ખટ-મીઠો હોય છે. તેની “ગંધ” કેવડા વગેરે સુગંધી ફુલ અને ચંદનાદિ સુગંધી દ્રવ્યો કરતાં અનેકગણી વધારે સુગંધી હોય છે. તેનો “સ્પર્શ' વૂર નામની એક વનસ્પતિ, નવનીત અને શિરીષના ફુલ કરતાં અનેકગણો વધારે કોમળ હોય છે. આ વેશ્યાની સામાન્ય સ્થિતિ ઓછામાં ઓછી અધમુહૂર્ત અને વધુમાં વધુ પલ્યોપમના અસંખ્યય ભાગ સહિત બે સાગરોપમ છે. આ વેશ્યાવાળો જીવ મરીને મનુષ્ય અથવા દેવગતિ (સુગતિ)ને પ્રાપ્ત કરે છે.
૫. પાલેશ્યા- આ વેશ્યાવાળો જીવ અલ્પ કષાયોવાળો, પ્રશાંતચિત્ત, તપસ્વી, ઓછું બોલનાર, અને જીતેન્દ્રિય હોય છે. તેનો “રંગ' હરતાલ, હળદરના ટૂકડાં, સન અને અસનના ફુલો જેવો પીળો હોય છે. તેનો “રસ', શ્રેષ્ઠ મદિરા, અનેક પ્રકારના આસવ વગેરે કરતાં અનેકગણો વધારે મધુર હોય છે અને તેનો સ્પર્શ તેજલેશ્યાના સ્પર્શ કરતાં વધારે કોમળ હોય છે. આ લેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ અત્તર્મુહૂર્ત અને વધારેમાં વધારે અધમુહૂર્ત
पियधम्मे दढधम्मेऽवज्जभीरू हिएसए । एयजोगसमाउत्तो तेओलेसं तु परिणमे ।।
–૩. ૩૪. ૨૭-૨૮. તથા જુઓ - ઉ. ૩૪, ૭, ૧૩, ૧૭, ૧૯-૨૦, ૩૩, ૩૭, ૪૦, પ૧
પ૩, ૫૭-૬૦. १ पयणुकोहमाणे य मयालोभे य पयणुए ।
पसंतचित्ते दंतप्पा जोगवं उवहाणवं ।। तहा पयणुवाई य उवसंते जिइदिए । एयजोगसमाउत्तो पम्हलेसं तु परिणमे ॥
–૩. ૩૪. ર૯-૩૦. તથા જુઓ - ઉ. ૩૪, ૮, ૧૪, ૧૭, ૧૯-૨૦, ૩૩, ૩૮, ૪૦, ૪૫, પ૪, ૫૭-૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org