Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આજના વિજ્ઞાનની આટલી ઉન્નતિનું કારણ વિષય-ભોગો પ્રત્યેની આસક્તિ છે, તો પછી વિષય ભોગો પ્રત્યે આસક્તિ ન રાખવી જોઇએ એમ કેમ કહેવાય ? આ બાબતમાં મારું માનવું છે કે પ્રસ્તુત-ગ્રંથ અસીમ અને અનન્ત સુખ પ્રત્યે આપણને લઇ જવા ઇચ્છે છે. તેથી તેમાં જે આધ્યાત્મિક માર્ગનું અનુસરણ દર્શાવવામાં આવ્યું છે તે બરાબર છે. શરીરની નશ્વરતાને જોઇને અને સંસારમાં ફેલાયેલ ભ્રષ્ટાચારને રોકવા માટે આવું માર્ગદર્શન યોગ્ય છે. આજના આ વૈજ્ઞાનિક યુગમાં પણ પ્રસ્તુત ગ્રન્થના આ ઉપદેશને જ વૈજ્ઞાનિક ઢાંચામાં ઢાળીને, સમાજશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રના સ્વરૂપે રજુ કરવામાં આવે છે. જો આપણે પક્ષપાત રહિત દૃષ્ટિથી વિચારીએ તો જરૂર લાગશે કે વિજ્ઞાને આટલી ઉન્નતિ કરી છે છતાં માનવી સુખી નથી બન્યો પણ પહેલાં કરતાં વધારે પરેશાની અનુભવતો તથા દુ:ખી થયો છે. તો પછી, ‘સંસારના વિષયભોગોમાં સુખ મળતું નથી’ એવું ગ્રન્થનું કટુ સત્ય એક પ્રલાપ છે એમ કેવી રીતે કહી શકાય ? આમ વિરોધમાં આજે જે દલીલ કરવામાં આવે તે, પહેલાં પણ થઈ શકતી હતી. પરંતુ જે સત્ય છે તે કાયમ સત્ય જ રહે છે. આ કથનની વાસ્તવિકતા તથા અવાસ્તવિકતાનો વિચાર કરતી વખતે, જે દૃષ્ટિકોણને માધ્યમ બનાવીને આ ગ્રંથ લખવામાં આવ્યો છે તે દૃષ્ટિકોણને આપણે સાથે રાખવો જોઇએ. બૌદ્ધ દર્શનના પ્રવર્તક ભગવાન ગૌતમ બુદ્ધે જે ચાર આર્ય સત્યો શોધ્યાં તેમાંનું પ્રથમ આર્યસત્ય દુ:ખ છે. આ ઉપરાંત, દુ:ખનાં કારણો હાજર છે. દુઃખથી નિવૃત્તિ સંભવે છે અને દુ:ખોમાંથી નિવૃત્ત થવાનો ઉપાય પણ છે. એ ત્રણ આર્યસત્યો છે'. (દુઃખ, સમુદય, નિરોધ-સત્ય, અને નિરોધગામિની પ્રતિપદા). પ્રસ્તુત ગ્રંથમાં જે રીતે પ્રથમ દુ : ખ-સત્યને સ્વીકારવામાં આવેલ છે તે રીતે અન્ય ત્રણ સત્યોને પણ સ્વીકારવામાં આવેલ છે અને તેનો વિચાર આગળનાં પ્રકરણોમાં અવસર આવ્યે કરવામાં આવશે.
૧૭૪
૨. સાંસારિક દુ:ખોનાં કારણોનો વિચાર કરતી વખતે ગ્રંથમાં જન્મમરણરૂપ સસારનું સાક્ષાત્ કારણ કર્મબંધ છે એમ સ્વીકારવામાં આવ્યું છે.
૧ જુઓ - પ્રકરણ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org