Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૧૮૪
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન
રચનાનાં મૂળ ઉપકરણોને સમજવામાં આવે છે તથા “તત્ત્વ' શબ્દથી આધ્યાત્મિક રહસ્યનું ભાવાત્મક વિશ્લેષણ કરવામાં આવે છે. “તત્ત્વ” શબ્દ દ્વારા પ્રતિપાદ્ય અર્થનું જ વિશેષ સ્પષ્ટીકરણ પદાર્થ' શબ્દ દ્વારા કરવામાં આવે છે, “પદાર્થ માટે જ “તથ્ય' શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવે છે, ગ્રંથમાં આ નવ તથ્યોની બાબતમાં એક હોડીનું દૃષ્ટાંત પણ આપવામાં આવ્યું છે.
બે છિદ્રોવાળી એક હોડી સંસારરૂપી સાગરમાં તરી રહી છે. તે છિદ્રોમાંના એકમાંથી ગંદુ અને બીજામાંથી સ્વચ્છ પાણી હોડીમાં પ્રવેશી રહ્યું છે તેથી હોડી ડૂબવાની તૈયારીમાં છે. પરંતુ, હોડીનો માલિક તે બંને છિદ્રોને બંધ કરી દે છે અને પછી બંને હાથ વડે અંદર ભરાયેલા પાણીને ઉલેચવા લાગે છે. ધીરે ધીરે હોડીનું પાણી ઉલેચાઈ જવાથી હોડી ખાલી થઈ જાય છે અને હોડી પાણીની સપાટી ઉપર આવીને અભીષ્ટ સ્થાને પહોંચે છે. આમ, આ દૃષ્ટાંતમાં શરીર (અજીવ) તરીકે છે. નાવિક જીવ છે, ગંદુ અને સ્વચ્છ પાણી દાખલ થવા દેનાર છિદ્રો ક્રમશઃ પાપ અને પુણ્યરૂપ છે, જળનો નાવમાં પ્રવેશ એ આસવ છે, જળનું નાવમાં એકત્ર થવું એ બંધ છે, પાણી પ્રવેશવા દેનાર છિદ્રોને બંધ કરવાં એ સંવર છે, પાણીને ઉલેચવું એ નિર્જરા છે અને જળને પૂર્ણરૂપે બહાર કાઢતાં નાવનું પાણીની સપાટી ઉપર આવી જવું એ મોક્ષ છે.
१. तत्त्व शब्दो भावसामान्यवाची । कथम् ? तदिति सर्वनामपदम् ।
सर्वनाम च सामान्ये वर्तते । तस्य भावस्तत्त्वम् । तस्य कस्य ? योऽर्थो यथावस्थितस्तथा तस्य भवनमित्यर्थः। अर्यंत इत्यर्थो निश्चीयत इत्यर्थः । तत्वेनार्थस्तत्त्वार्थः । अथवा भावेन भाववतोऽभिघानं, तदव्यतिरेकात् तत्त्वमेवार्थस्तत्त्वार्थः ।
–સર્વાર્થસિદ્ધિ ૧. ૨. २ जा उ अस्साविणी नावा न सा पारस्स गामिणी ।
जा निरस्साविणी नावा सा उ पारस्स गामिणी ।।
सरीरमाहु नावत्ति जीवो वुच्चई नाविओ । संसारो अण्णवो वुत्तो जं तरंति महेसिणो ।
–૩. ૨૩. ૭૧-૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org