Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
રત્નત્રય
આવેલ છે. અન્યથા તપ સદાચારથી જુદું એવું અન્ય કારણ નથી. આ ઉપરાંત, અહીં જ્ઞાન અને દર્શનને મોક્ષમાર્ગનાં લક્ષણ તરીકે દર્શાવવામાં આવેલ છે એ પરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાન અને દર્શનના અભાવે કરવામાં આવેલ સદાચાર અભીષ્ટ સાધક નથી.
૩ રથનેમી અધ્યયનમાં જ્યારે અરિષ્ટનેમી દીક્ષા લે છે ત્યારે વાસુદેવ કહે છે : ‘હે જિતેન્દ્રિય, તું તરત જ અભીષ્ટ મનોરથને પ્રાપ્ત ક૨. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા અને નિર્લોભતાથી વૃદ્ધિને પ્રાપ્ત કર. અહીં, તપ,ક્ષમા અને નિર્લોભતા એ પણ ચારિત્રના જ અંશ છે.
૧૮૯
૪ જ્યારે મૃગાપુત્ર સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે ત્યારે એ પ્રસંગે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે : ‘આ રીતે જ્ઞાન, સદાચાર, વિશ્વાસ, તપ અને વિશુદ્ધ ભાવનાઓ દ્વરા પોતાના આત્માને પરિશુદ્ધ કરીને ઘણાં વર્ષો સુધી સાધુ-ધર્મનું પાલન કરીને તથા એક માસનો ઉપવાસ કરીને તેણે અનુત્તર સિદ્ધ-ગતિ પ્રાપ્ત કરી. અહીં સાધુ-ધર્મનું પાલન, ભાવનાઓનું ચિંતન, ઉપવાસ વગેરે રત્નત્રયની જ વૃદ્ધિમાં સહાયક અંગ છે.
૫ ‘બોધિલાભ’ને ભગવાનની સ્તુતિનું ફળ દર્શાવતાં કહેવામાં આવ્યું છે : ‘જ્ઞાન, દર્શન અને ચારીત્રરૂપ બોધિલાભથી મુક્ત થઈ જીવ સંસારના આવાગમનનો અંત લાવનાર સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત કરે છે અથવા કલ્પવિમાનવાસી દેવ-પદને પ્રાપ્ત કરે છે. આ રીતે સર્વગુણ સંપન્નતા (જ્ઞાન-દર્શન-ચારિત્ર)નું ફળ અપુનરાવૃત્તિપદ (મોક્ષ)ની પ્રાપ્તિ છે એમ દર્શાવવામાં આવ્યું છેTM.
१. वासुदेवो य णं भणइ लुत्तकेसं जिइंदियं । इच्छियमणोरहे तुरियं पावेसू तं दमीसरा ॥ नाणेणं दंसणेणं च चरितेण तहेव य । खंतीए मुत्तीए वड्ढमाणो भवाहि य ।।
Jain Education International
૨૩. ૧૯. ૯૫-૯૯.
૩ ૩. ૨૯. ૧૪.
४ सव्वगुणसंपन्नयाए णं अपुणरावितिं जणयइ । अपुणराविति पत्तए य णं जीवे सारी
रमाणसाणं दुक्खाणं नो भागी भवइ ।
For Private & Personal Use Only
–૩. ૨૨. ૨૫. ૨૬.
૧૩. ૨૯. ૪૪.
www.jainelibrary.org