Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
રત્નત્રય
૧૮૫ ભગવાન બુદ્ધે પણ આ તથ્યનો સાક્ષાત્કાર કરીને તેનો જ ચાર આર્યસત્યના રૂપે ઉપદેશ આપ્યો છે. જોકે બોદ્ધદર્શનમાં કોઈ સ્થાયી ચેતન કે અચેતન પદાર્થનો સ્વીકાર કરવામાં આવેલો નથી તેથી “ઉત્તરાધ્યયનમાં પ્રતિપાદિત નવ તથ્યોને જે પાંચ ભાગમાં વિભક્ત કરવામાં આવેલ છે તેમાંથી પ્રથમ ભાગમાં ગણાવવામાં આવેલ જીવ અને અજીવ સિવાય બાકીનાં સાત તથ્યોને જ ઉપર્યુક્ત ક્રમે નિમ્નોક્ત ચાર આર્ય-સત્યોના રૂપમાં વિભક્ત કરવામાં આવેલ છે.
૧ દુઃખ સત્ય - સંસારમાં જન્મ, મરણ, જરા, ઈષ્ટ-વિયોગ, અનિષ્ટસંયોગ જેવા દુ:ખો જોવા મળે છે માટે દુઃખ સત્ય છે.
૨ દુઃખ-કારણ સત્ય (દુઃખ-સમુદય સત્ય) – જો દુ:ખ છે તો દુઃખના કારણ પણ અવશ્ય છે.
૩ દુઃખ-નિરોધ સત્ય - જો દુઃખ અને દુઃખના કારણો હોય તો કારાનો નાશ થતાં, કાર્યરૂપ દુઃખનો પણ વિનાશ થવો જોઈએ. આમ દુઃખ-નિરોધ પણ સત્ય છે.
૪ દુ:ખ-નિરોધમાર્ગ સત્ય - દુઃખને દૂર કરવાનો માર્ગ પણ છે તેથી દુઃખ-નિરોધમાર્ગ પણ સત્ય છે.
આમ, ચેતન-અચેતન દ્રવ્ય છે કે નહીં ? પરમાર્થની દૃષ્ટિએ સુખ છે કે નહીં ? એ બાબતનો કોઈ સમુચિત ઉત્તર ન આપતાં ભગવાન બુદ્ધે એટલું જ કહ્યું કે ઉપર્યુક્ત ચાર બાબતો સત્ય છે. દુઃખમાંથી છૂટવું હોય તો આ ચાર આર્યસત્યો ઉપર વિશ્વાસ મૂકીને દુઃખનિરોધના માર્ગનું અનુસરણ કરો. દુ:ખનિરોધના માર્ગ વિશે જે ઉપાયો બૌદ્ધદર્શનમાં દર્શાવ્યા છે તે જ ઉપાયો મોટે ભાગે ઉત્તરાધ્યયનમાં પણ દર્શાવેલા છે પરંતુ મુખ્ય તફાવત એ છે કે જ્યાં
सत्यान्युत्कानि चत्वारि दु:खं समुदयस्तथा । निरोधो मार्ग एतेषां ययाभिसमयं क्रमः ॥
–મિથર્મો ૬. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org