Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૧૬૪ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન
કર્મોની આ જે સ્થિતિ દર્શાવવામાં આવી છે તે મૂળ-પ્રકૃતિની અપેક્ષાએ છે. ઉત્તર પ્રકૃતિની અપેક્ષાએ તેની આયુ-સ્થિતિમાં ઓછા-વધતાપણું પણ હોઈ શકે છે. આ કર્મોની ઉત્કૃષ્ટ અને નિમ્ન સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ કર્મો આ સીમાની અંદર પોતાનું ફળ આપીને નષ્ટ થઇ જાય છે અને તેના સ્થાને રાગદ્વેષ-રૂપ પરિણામો અનુસાર નવાં નવાં કર્મો આવ્યા કરે છે. અહીં એક વાત નોંધપાત્ર છે કે આ કર્મ પોતાની આયુસ્થિતિમાં હંમેશાં એકરૂપ રહેતાં નથી પરંતુ, તેમની અવસ્થાઓમાં યથાસંભવ પરિવર્તન વગેરે થયા કરે છે. જેને દર્શનમાં કર્મની આવી દશ અવસ્થાઓ દર્શાવવામાં આવી છે.
આ સ્થિતિ-બંધની સાથોસાથ કર્મોમાં તીવ્ર અથવા મંદ ફળ આપવાની શક્તિ પણ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થનારી શક્તિને “અનુભાગઅથવા અનુભાગ-બંધ' કહેવામાં આવે છે. કર્મોની સ્થિતિ અને ફળની તીવ્રતા તથા મંદતા, જીવના રાગાદિરૂપ પરિણામોની તીવ્રતા કે મંદતા ઉપર આધાર રાખે છે. ગ્રંથમાં કર્મોના ફળ (અનુભાગ)નું વર્ણન કરતી વખતે કર્મપરમાણુઓની
બદલે બાર મુહૂર્ત દર્શાવવામાં આવી છે. મારી દીકરીમુહૂર્તા વેટનીશ' અહીં આત્મારામજી પોતાની ‘ઉત્તરાધ્યયન-ટીકા' (પૃ. ૧૫૪૦-૧૫૪૮)માં પ્રજ્ઞાપના સૂત્રના “સતાવેળmશુ.......નદ વારસમુદત્ત' (૨૩-ર.ર૯૪) પાઠને ઉદ્ધત કરી લખે છે કે “તત્ત્વાર્થસૂત્ર'નાં સાતાવેદનીયની દૃષ્ટિએ
જઘન્યસ્થિતિ (ઓછામાં ઓછો કાળ) ૧૨ મુહૂર્ત દર્શાવવામાં આવેલ છે. ૧ વિશેષ માટે જુઓ – પ્રજ્ઞાપના સૂત્રનું પ્રકૃતિ-પદ ૨ કર્મોની ૧૦ અવસ્થાઓ :
૧ કર્મોનો આત્મા સાથે સંબંધ (બંધ), ૨ બંધ પછી તેની સામાન્ય સ્થિતિ (સત્તા કે સત્વ), ૩ સમયે તેનું ફલોન્મુખ થવું (ઉદય), ૪ તપ વગેરેથી તેને સમય પહેલાં ફલોન્મુખ કરવું (ઉદીરણા), ૫ કર્મોની સ્થિતિ અને ફળદાયિની શક્તિમાં વૃદ્ધિ કરવી (ઉત્કર્ષ), ૬ હાસ કરવો (અપકર્ષણ), ૭ સજાતીય કર્મોમાં પરસ્પર પરિવર્તન થવું (સંક્રમણ), ૮ બદ્ધ કર્મોને થોડો સમય ફલોન્મુખ થતાં રોકવા (ઉપશમ), ૯ બદ્ધકર્મોમાં ફલોન્મુખતા કે સંક્રમણ ન થવા દેતાં (નિધત્તિ), ૧૦ કર્મ જે રૂપે બદ્ધ થતાં હોય તેનું તે રૂપમાં જ રહેવું (નિકાચન). -જૈનદર્શન – ડૉ. મોહનલાલ મહેતા પૃ. ૩૫૫, જે. ધ. કે., પૃ. ૧૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org