Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૧૩૨ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન પક્ષીઓ દ્વારા ઠોલાવું, છળપૂર્વક કઠોર બંધનોથી બાંધી હરણાની જેમ મારી નાખવું, પિપાસાથી વ્યાકુળ થઈ વૈતરણી નામની નદીમાં પાણી પીવા જતી વખતે અસ્તરાના જેવી તીક્ષણા ધારથી કાપવું, મુશ્કેલીથી પિપાસા સહન કરવાં છતાં ત્યાં રહેલા અધર્મીઓ દ્વારા, તાંબુ, લોખંડ, સીસું, લાખ વગેરે પદાર્થો ખૂબ ગરમ કરી બૂમો પાડતો હોય છતાં પીવડાવવા, છાંયડો મેળવવાની ઈચ્છાથી વૃક્ષ વગેરેના છાંયાનો આશ્રય લેતાં, તલવારની ધાર જેવા પાંદડાથી કાપવું, યમદૂતોની જેમ પોતાના શરીરને કાપીને તે કકડા ખવડાવવા, શરીર પર તીક્ષ્ણ હથિયારોથી નકશીકામ કરવું, લુહારની જેમ હથોડા ટીપવા વગેરે.” આ પ્રકારના વિવિધ નારકીય કષ્ટો વિષે સાંભળીને આપણાં રૂંવાડા ઊભાં થઈ જાય છે.
નારકી જીવોની જેમ તિર્યંચોને પણ અનેક પ્રકારનાં કષ્ટ ભોગવવાં પડે છે જે આપણો પ્રતિક્ષણ પ્રત્યક્ષ જોઈએ છીએ. નારકી અને તિર્યંચોના કષ્ટોમાં તફાવત એ છે કે નારકી જીવોનું કસમયે મૃત્યુ નથી થતું તેથી તેના શરીર વારેવારે છિન્ન-ભિન્ન કરવામાં આવે છતાં પણ પાછાં સંઘાઈ જાય છે જ્યારે તિર્યંચોના શરીર એકવાર કપાયા બાદ પાછાં સંધાઈ જતાં નથી. આ ઉપરાંત, તિર્યંચોને કેટલીક ભૌતિક સુવિધાઓ પણ સાંપડે છે અને તેના કષ્ટો નારકી જીવોના કષ્ટો કરતાં ઘણાં જ ઓછાં હોય છે. આ રીતે, ચારેય ગતિઓના જીવોમાં સહુથી વધારે કષ્ટ નારકીઓને જ પ્રાપ્ત થાય છે. મનુષ્ય અને દેવગતિનાં સુખોની દુઃખરૂપતા :
આ રીતે, જો કે નરક અને તિર્યંચ યોનિઓમાં જ કષ્ટોની અધિકતા છે પણ મનુષ્ય અને દેવ યોનિઓમાં તો અનેક પ્રકારના વિષય સુખ ઉપલબ્ધ થાય છે છતાં તે ગતિઓને શા માટે કષ્ટપૂર્ણ ગણવામાં આવે છે ? આ બાબતનું એક માત્ર કારણ છે શરીર તથા વિષયભોગોની અનિત્યતા. તેથી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે આ જીવન વૃક્ષના પીળા પાંદડા તથા ઝાકળના બિંદુઓ જેવું અલ્પસ્થાયી છે. ફીણના પરપોટા અને વીજળી જેવું ચંચળ છે. ઉપરાંત આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org