Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૨ : સંસાર
ભયંક૨ કષ્ટો જ ખૂબ માત્રામાં આપે છે. સુખ વાસ્તવમાં તો એમને ત્યાગવામાં જ રહેલું છે - જેમ કે : કોઈ પક્ષીની પાસે માંસનો કકડો જોઈ અન્ય પક્ષીગા તેના પર ઝાપટ મારે છે અને તેની પાસેથી તે કકડો લઈ લેવા માટે તેને અનેક રીતે પીડા આપે છે. જ્યારે તે પછી તે માંસના કકડાને છોડી દે છે ત્યારે અન્ય પક્ષીગણ તેને સતાવવાનું પણ બંધ કરે છે. તેથી ગ્રંથમાં સાંસારિક વિષયભોગોથી મળતા સુખો કરતાં વિષયભોગોથી વિરક્ત મુનિને પ્રાપ્ત થતાં આત્માનંદરૂપી સુખને શ્રેષ્ઠ ગણવામાં આવેલું છે.
વિષય-ભોગોમાં આપણને જે સુખ પ્રતીત થાય છે તે આપણા રાગદ્વેષરૂપ મનનો વિકાર છે કારણ કે જીવ જેના પ્રત્યે રાગ કરે છે તેનો સંયોગ થતાં અને જેના પર દ્વેષ કરે છે તેનો નાશ થતાં, પ્રસન્ન થાય છે જેમ જંગલમાં દાવાગ્નિથી બળતાં જંગલી પશુઓને જોઈને અન્ય પશુઓ રાગદ્વેષને કારણે આનંદિત થાય છે તેમ, સંપૂર્ણ સંસાર રાગદ્વેષરૂપી અગ્નિથી સળગી રહ્યો છે. આ ઉપરાંત આ જીવને મૃત્યુરૂપી શિકારી જરારૂપી જાળથી બાંધીને રાત- ત-દિનરૂપી હથિયારની ધારથી પીડે છે”. માટે, સંસારમાં સુખ ક્યાં છે ? જો કોઈ રીતે સાંસારિક
१. सामिसं कुललं दिस्स बज्झमाण निरामिसं । आमि सव्वमुज्झित्ता विहरिस्सामि निरामिसा ॥
२ बालाभिरामेसु दुहावहेसु न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोधणाणं जं भिक्खुणं सीलगुणे रयाणं ॥
3 दवग्गिणा जहारण्णे उज्झमाणेसु जन्तुसु । अन्ने सत्ता पमोयन्ति रागद्दोसवसं गया || एवमेव वयं मूढा कामभोगेसु मुच्छिया । इज्झायाणं न बुज्झामो रागद्दासेग्गिणा जगं ।।
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૧૪. ૧૬.
તથા જુઓ - ઉ. ૯. ૧૨; ૧૪. ૧૦, ૧૯-૧૬, ૨૪-૨૫, ૪૭ ४ मच्चुणाऽव्याहओ लोगो जराए परिवारिओ ।
अमोहा रयणी वुत्ता एवं तोय ! विजाणहु ॥
--૩. ૧૩, ૧૭.
૧૩. ૧૪. ૪૨. ૪૩.
૩. ૧૪. ૨૧.
www.jainelibrary.org