Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૧૨૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
રહે છે અને તે જેના આશ્રયે રહે છે તે ‘દ્રવ્ય' છે. આ પરિભાષા મુજબ ગ્રન્થનો આશય એવો નથી કે દ્રવ્યમાં માત્ર ગુણો જ રહે છે કારણ કે દ્રવ્યમાં પર્યાયો પણ રહે છે. તેથી પર્યાયનું લક્ષણ આપતાં લખવામાં આવ્યું છે કે ‘જે દ્રવ્ય અને ગુણ-બંનેના આશ્રયે રહે તે પર્યાય↑ આમ, ગ્રંથમાં વિસ્તારરુચિ સમ્યગ દર્શનના પ્રકરણમાં દ્રવ્યના સર્વ ભાવોને જાણવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેરે. આમ કહેવાનું તાત્પર્ય એ કે વિસ્તાર રુચિવાળાને દ્રવ્યમાં રહેનારી સમસ્ત પર્યાયોનું જ્ઞાન છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં પણ દ્રવ્યનું લક્ષણ ‘ગુણપર્યાયયુક્ત’ એવું સ્વીકારવામાં આવ્યું છે તેથી સ્પષ્ટ થાય છે કે ગુડ્ડાની જેમ પર્યાય પણ દ્રવ્યામિશ્રિતિ છે. ગુણોની સરખામણીમાં પર્યાયોની બાબતમાં એટલી વિશેષતા છે કે તે દ્રવ્યામિશ્રિતિ જ હોય એમ નથી પણ ગુણાશ્રિત પણ હોય છે. ગુણ એકમાત્ર દ્રવ્યના જ આશ્રયે રહે છે માટે ગ્રંથમાં દ્રવ્યના લક્ષણમાં માત્ર ગુણનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે. આ રીતે સિદ્ધ થાય છે કે દ્રવ્ય ન તો ફૂટસ્થ નિત્ય છે અને ન તો એકાન્તઃ અનિત્ય છે પણ ગુણોની સરખામણીમાં નિત્ય અને અપરિવર્તનશીલ છે તથા પર્યાયોની સરખામણીમાં અનિત્ય અને પ્રતિક્ષા પરિવર્તનશીલ છે.
જે એકમાત્ર દ્રવ્યના આશ્રયે રહે છે તેને ‘ગુણ' કહેવામાં આવે છે. જેમકેજીવમાં રહેનાર જ્ઞાનાદિ ગુણ છે. વૈશેષિક દર્શનની જેમ ગુણોની સંખ્યા નિયત પણ નથી અને દ્રવ્યથી પૃથક્ એવી તેની સત્તા પણ નથી. ગુણોને કેવળ દ્રવ્યામિશ્રિતિ કહેવાથી એમ પણ સિદ્ધ થાય છે કે ગુણ સ્વત: નિર્ગુણ છે. એટલે કે ગુણોમાં ગુા રહેતા નથી. માટે, પરવર્તી કાળમાં ગુણોનું લક્ષણ આપતાં કહેવાયું છે કે જે દ્રવ્યામિશ્રિતિ તો હોય પણ જે સ્વતઃ નિર્ગુણ હોય
१. लक्खणं पज्जवाणं तु उभओ अस्सिया भवे ।
२ दव्वाण सव्वभावा ।
3 एगदव्वस्सिया गुणा ।
४ रूपरसगन्ध.
..સંરાચતુર્વિતિનુંળા://
૫ પૃષ્ઠ ૧ર૧ નં. ૧ને અહીં છાપો
Jain Education International
For Private & Personal Use Only
–૩. ૨૮. ૬.
—૩. ૨૮. ૨૪.
-૩. ૨૮. ૬.
—ત મં. પૃ. ૨.
www.jainelibrary.org