Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
તે ગુણ. આ ગુણ દ્રવ્યના સહભાગી નિત્ય-ધર્મ છે તથા દ્રવ્યના સ્વરૂપાધાયક પણ છે. તેથી ગુણ અને દ્રવ્યને સર્વથા ભિન્ન કે અભિન્ન ન માનીને શક્તિ અને શક્તિશાળીની જેમ ભિન્નાભિન્ન સમજવા જોઈએ'.
પર્યાયઃ
દ્રવ્ય અને ગુણ એ બંનેના આશ્રિત રહેનાર ધર્મને ‘પર્યાય' કહેવામાં આવે છેરું. પર્યાયો દ્રવ્ય અને ગુણની વિભિન્ન અવસ્થાઓ છે. ગુણ અને પર્યાયોમાં મુખ્ય તફાવત એ છે કે ગુણ (વસ્તુત્વ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે) સંપૂર્ણ દ્રવ્ય અને તેની સમસ્ત પર્યાયોમાં વ્યાપ્ત થઈને રહે છે પણ પર્યાયો તેમ રહેતી નથી. અર્થાત્ ગુણ દ્રવ્યની સાથે કાયમ રહે છે અને પર્યાયો કાયમ દ્રવ્યમાં એક રૂપે રહેતી નથી પણ ક્રમે ક્રમે બદલાયા કરે છેTM. ગુણોની જેમ પર્યાયોની પણ નિયત એવી કોઈ સીમા નથી. તે પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામ્યા કરે છે. કેટલીક પર્યાયો કે જે એક ક્ષા કરતાં વધારે સમય સુધી ટકે છે તેની પોતાની અવાન્તર પર્યાયો પણ હોય છે. આમ, પર્યાયો દ્રવ્યાશ્રિત, ગુણાશ્રિત અને એ રીતે પર્યાયશ્રિત પર્યાયની પણ હોય છે. દીર્ઘકાળ સ્થાયી અન્ય પર્યાયની આશ્રય એવી પર્યાય કોઈ ને કોઈ ગુણ કે દ્રવ્યના આશ્રયે અવશ્ય રહે १. द्रव्याश्रया निर्गुणा गुणा:
—7. યૂ. ૫. ૪૬.
પૃષ્ઠ ૧૨૦ ઉપર ૫માં ક્રમમાં
२ जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे । दव्वाणंतियमधवा दव्वाभावं पकुव्वंति ॥
अविभत्तमणण्णत्तं दव्वगुणाणं विभत्तमण्णत्तं ।
णिच्छति णिच्चयण्हू तव्विवरीदं हि वा तेसिं ॥
૧૧
—પંચાસ્તિાય, ગાથા ૪૪, ૪૬.
૩ જુઓ - પૃ. ૧૨૦, પા. ટિ. ૧.
४ यावद्द्रव्यभाविनः सकलपर्यायानुवर्तिनो गुणाः वस्तुत्व-रूप-रस- गन्ध-स्पर्शादयः । मृद्द्द्रव्यसम्बन्धिनो हि वस्तुत्वादयः पिण्डादिपर्यायाननुवर्त्तन्ते, न तु पिण्डादय: स्थासादीन् । तत एव पर्यायाणां गुणेभ्यो भेदः । यद्यपि सामान्यविशेषौ पर्यायो तथापि सङ्केतग्रहणनिबन्धनत्वाच्छव्दव्यवहारविषय्वाच्चागमप्रस्तावे तयोः पृथग्निर्देश: ।
—ન્યાયીપિત્ર, પૃ. ૧૨-૧૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org